Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

ઉનાના નાંદરખમાં વૃધ્ધ પિતાની હત્યા કરનાર પુત્રને કોરોના ટેસ્ટ બાદ કોર્ટમાં રજુ કરાશે

(નવીન જોષી, નિરવ ગઢિયા દ્વારા) ઉના, તા. ૬ :  તાલુકાના નાંદરખ ગામે વૃધ્ધ પિતા બાબુભાઇ માલાભાઇ સોલંકી (ઉ.૬પ) ની હત્યા કરનાર તેના નાના પુત્ર મુકેશ ઉર્ફે મનુ (ઉ.રપ) ને પોલીસે પકડીને મુકેશનો કોરોના ટેસ્ટ કરાવીને તેમને કોર્ટમાં રજુ કરી આગળની કાર્યવાહી કરાશે.

ઉના તાલુકાના નાંદરખ ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા અનુસુચિત જાતીનાં બાબુભાઇ ઉર્ફે બાબુભાઇ માલાભાઇ (ઉ.વ.૬પ) ત્થા તેમનો નાનો દિકરો મુકેશ ઉર્ફે મનુભાઇ ઉર્ફે ટકો બાબુભાઇ (ઉ.વ.રપ) પ્લોટ વિસ્તારમાં મકાન બાંધી રહે છે. તાજેતરમાં વાવાઝોડામાં મકાનને નુકશાની ગઇ હતી સરકામાં સહાયનું ફોર્મની ટેક્ષ અને તેની રકમ રૂપિયા બેન્કમાં ખાતામાં જમા થયેલ હતા અને સામતેર ગામે એસબીઆઇ બેન્કમાં રૂપિયા ઉપાડવા બાપ-દિકરો ગયા હતા અને બેન્ક વાળાએ સોમવારે આવવાનું કહેતો પાછા ઘરે આવેલ અને રાત્રીનાં મુકેશએ પિતા બાબુભાઇ સાથે રૂપિયા બાબતે ઝગડો કરી ગાળો બોલતા મુકેશના મગજમાં શેતાન સવાર થઇ જતા પાણા (પથ્થર) વડે પિતાને માથામાં માર મારતા ઢળી પડી બેભાન થઇ ગયા હતા.

બેભાન હાલતમાં પિતાને ઉના દવાખાને સારવાર માટે લાવતા ડોકટરે મૃત જાહેર કરેલ. આ અંગે ઉના પોલીસ સ્ટેશનમાં મૃતક બાબુભાઇના મોટા દિકરા જશુભાઇ ઉર્ફે જગદીશભાઇ બાબુભાઇ રે-કોડીનાર વાળા ઉના આવી તેનાભાઇ એ સગાપિતાનું આવેશમાં આવી ખુન કરી નાખ્યાની ફરીયાદ નોંધાવતા ઉનાના પોલીસ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌધરી, પી.એસ.આઇ. ચુડાસમા ઘટના સ્થળે પહોંચી આરોપી, મુકેશ ઉર્ફે મતુ ઉર્ફે ટેકો બાબુભાઇને રાઉન્ડ અપ કરી ઉના લાવી પુછપરછ કરી હતી. આરોપીને મુકેશનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેમને કોર્ટમાં રજુ કરાશે.

(12:19 pm IST)