Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

ડો. શૈલેષ બારમેડા દ્વારા આંતરડાની જટીલ સર્જરી

જૂનાગઢમાં બારમેડા સર્જીકલ હોસ્પિટલમાં સફળ ઓપરેશન

રાજકોટ તા. ૬ : જૂનાગઢના સરકારી કર્મચારી એવા દર્દીને નાના આંતરડાના સાંકડા થયેલા ભાગ પાસે મળ જામી જતાં અને તેના ઉપર કેલ્શિયમના થર જામી જતા ૪ સેમી જેવડો પત્થર બની જવા પામેલ. આ પત્થરને લીધે આંતરડાનો રસ્તો અચાનક સાવ બંધ થઈ જવાથી પેટમાં અસહ્ય દુઃખાવાને કારણે પીડિત આ દર્દીને ડો.શૈલેષ બારમેડાએ તાત્કાલિક ૩ કલાકનું સફળ ઓપરેશન કરી આ પત્થર આંતરડામાંથી કાઢી આપેલ તથા બે જગ્યાએ થી ખૂબ જ સાંકડું થયેલ આંતરડું પણ પહોળું કરી આપેલ.

ખુબજ જવલ્લે જોવા મળતા આવા દર્દોની અનેક સફળ સર્જરી ડો.બારમેડા દ્વારા કરવામાં આવી છે.જૂનાગઢ ખાતે જ આ પ્રકારની સફળ સર્જરી કરી આપવા બદલ આ તકે દર્દી અને તેમના પરિવારજનોએ આભાર વ્યકત કરેલ.

(10:35 am IST)