Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

મોરબીના રવાપર રોડ પર ઓફીસ નીચેથી પત્રકારનું બાઈક ચોરાયું

મોરબી પંથકમાં વાહનચોરીના કિસ્સાઓમાં પ્રતિદિન વધારો થઇ રહ્યો છે શહેરમાં સીસીટીવી કેમેરા પ્રોજેક્ટ હોવા છતાં તસ્કરો વાહનચોરી જતા હોય છે જેમાં મોરબીના પત્રકારની ઓફીસ નીચેથી આજે સવારે બાઈક ચોરી થયું છે
  મોરબીમાં તસ્કરોને પોલીસનો કોઈ ખૌફ રહ્યો ના હોય તેમ ધોળે દિવસે વાહન ચોરી જતા હોય છે મોરબીના રવાપર રોડ પર ઘનશ્યામ પ્લાઝામાં ઓફીસ ધરાવતા મોરબીના પત્રકાર અતુલ જોશીનું બાઈક આજે ચોરાયું છે સવારે સવા નવ વાગ્યાના સુમારે બાઈક પાર્કિંગમાં રાખ્યું હોય અને ૦૯ : ૪૫ વાગ્યા સુધીમાં તો ધોળે દિવસે બાઈક ચોરી કરીને કોઈ જતું રહ્યું છે જે બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે તો એલસીબી પોલીસ દ્વારા સીસીટીવીના આધારે બાઇક ચોરને ઝડપી લેવા કાવાયત હાથ ધરી છે.

(10:19 pm IST)