Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

અંજારના પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ પી.જે.ચૌધરીનો રીપોર્ટ કોરોના પોઝીટીવ

ન્યાયાધીશના સંપર્કમાં વકીલો સહીત 25 લોકો આવ્યા: કોન્ટેક્ટ ટ્રેસીંગની કામગીરી ચાલુ

અંજારના પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ પી.જે.ચૌધરીનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે. અંજારના તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.રાજીવ અંજારીયાએ જણાવ્યું કે, 48 વર્ષિય જજ ગત 30મી જૂને વતન મહેસાણાથી અંજાર આવ્યા હતા. અંજાર નવી કૉર્ટ પાછળ જજીસ ક્વાર્ટરમાં રહેતા ન્યાયાધીશના સંપર્કમાં 25 લોકો આવ્યા હોવાનું પ્રાથમિક તબક્કે સ્પષ્ટ થયું છે.જેમાં કેટલાંક વકીલોનો પણ સમાવેશ થાય છે. કોન્ટેક્ટ ટ્રેસીંગની કામગીરી હજુ ચાલુ છે.

 વતનથી આવ્યા બાદ તબિયત નરમ હોઈ તેઓ એકાદવાર કૉર્ટમાં ગયા હતા. તેમના રહેણાંક વિસ્તારની આસપાસના લોકો સવિશેષ સંપર્કમાં આવ્યાં છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે વડોદરાથી ગાંધીધામ આવેલો જજ પરિવાર પણ કોરોના પોઝીટીવ આવ્યો હતો.

(11:33 pm IST)