Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

કચ્છમાં ધીમી ધારે વરસાદ- ભચાઉમાં ચાર ઈંચ, ગાંધીધામ દોઢ ઈંચ, અંજાર, રાપર સવા ઈંચ

ભુજ, મુન્દ્રા અડધો ઈંચ, લખપત, અબડાસા, નખત્રાણા કોરું ધાકોડ

ભુજ : આગાહી વચ્ચે કચ્છના આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથેનો મેઘાડંબરનો માહોલ છે. પણ, ઘેરાયેલા વાદળો વચ્ચે કચ્છમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. આજે સવારથી કચ્છમાં દસ તાલુકાઓ પૈકી છ તાલુકામાં વરસાદ છે. જેમાં સૌથી વધુ ભચાઉમાં ચાર ઈંચ, ગાંધીધામમાં   દોઢ ઈંચ, અંજાર, રાપરમાં એક ઈંચ તેમ જ ભુજ મુન્દ્રામાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ૪ તાલુકાઓ અબડાસા, લખપત, નખત્રાણા અને માંડવી કોરા રહ્યા છે.

(8:23 pm IST)