Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

કોવિડ-૧૯ના દર્દીઓના સગાઓને જામનગર વહીવટી તંત્ર દ્વારા અપીલ મૃત્યુ પામે એવા કિસ્સામાં પરિવારજનોએ ખાસ તકેદારી રાખવી : સહયોગ આપવો જરૂરી

જામનગર: જામનગરની જી.જી હોસ્પિટલ તરફથી જાણવા મળ્યા મુજબ અમુક કિસ્સાઓમાં કોરોના પોઝિટિવ દર્દીઓનાં સગાઓ પોતાના સગાના મૃત્યુ બાદ તેમના મૃતદેહ લેવા આવતા નથી. લેવા આવે છે તો તેઓ હોસ્પિટલના સ્ટાફ સાથે કો-ઓપરેટ કરતા નથી, મૃતદેહને છોડીને ચાલ્યા જાય છે. તેમના અંતિમ સંસ્કારની વિધિમાં પણ તેઓ ભાગરૂપ બનતા નથી.અંતિમ ક્રિયા માટે પરિવારના સભ્યને જી.જી.હોસ્પિટલ દ્વારા પી.પી.ઈ શૂટ પહેરાવીને અંતિમ ક્રિયા કરવા માટે બોલવવામાં આવે છે તો તે શૂટ ખોલી અને લોકો ભાગી જાય છે, તેની અંતિમક્રિયા માટેનો સ્મશાનનો ચાર્જ પણ પરિવારજનો આપતા નથી.આવી કોઈ પણ ક્રિયા અત્યંત ખેદજનક છે. લોકો એવી અપેક્ષા રાખી રહ્યા છે કે મૃત્યુ પામનાર વ્યક્તિની અંતિમ ક્રિયા પણ આરોગ્ય વિભાગ દ્વારા જ થાય આ યોગ્ય નથી. અંતિમસંસ્કારએ વ્યક્તિનો છેલ્લો અધિકાર છે ત્યારે પરિવારજનો આ વિષે ધ્યાન આપે અને આગળ આવી કોઈ ઘટના ન બને તેવી વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

(8:56 pm IST)