Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

કાલાવડમાં બે કલાકમાં ૪ ઇંચઃ પડધરી દોઢ, ધ્રોલ અને લોધીકામાં ૧ ઇંચ વરસાદ

રાજકોટ, તા.,૬ : રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં શનીવારથી મેઘાવી માહોલ સાથે હળવો-ભારે વરસાદ વરસી રહયો છે. ત્યારે આજે બપોરે બે થી ચાર વાગ્યા દરમિયાન જામનગર જીલ્લાના કાલાવડમાં ૪ ઇંચ વરસાદ ખાબકયો હતો.

આ ઉપરાંત જામનગર જીલ્લામાં ધ્રોલમાં ૧ ઇંચ, લાલપુરમાં પોણો ઇંચ, તથા જામનગર અને જોડીયા અડધો ઇંચ વરસાદ પડયો હતો. જામજોધપુરમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા હતા.

રાજકોટ જીલ્લાના પડધરીમાં દોઢ ઇંચ તથા લોધીકામાં ૧ ઇંચ, અને રાજકોટમાં પોણો ઇંચ તથા જામકંડોરણામાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. જયારે ઉપલેટા, કોટડા સાંગાણી, ગોંડલ, જેતપુર અને જસદણમાંં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

(4:27 pm IST)