Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ધોરાજીમાં સવારના આઠેક વાગ્યાથી દુકાનો ખુલ્લી રહેશે એક વાગ્યા પછી લોકડાઉન : દુકાનોના ઓટલાઓ પર બેસેલા લોકો સામે પણ સખ્ત કાર્યવાહી કરાશે

ધોરાજી::: ડેપ્યુટી કલેક્ટર ગૌતમ મિયાણી એ તાત્કાલિક ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ (ચેમ્બર ઓફ કોમર્સ) ની બેઠક બોલાવી હતી જે બેઠકમાં ડેપ્યુટી કલેક્ટરે ધોરાજીમાં કોરોના પોઝિટિવ કેસ વધતા તમામ વેપારીઓએ સાવચેતી રાખવા બાબતે સૂચના આપી હતી અને સ્વૈચ્છિક રીતે જે વેપારીઓ અત્યારે કોઈ પણ નિર્ણય લેશે તેને આવકારવામાં આવશે તેવું જણાવ્યું હતું

આ સમયે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા એ ધોરાજીના ૨૫ જેટલા વેપારી એસોસિએશનના પ્રમુખ કોની સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ ધોરાજીના ધંધા-રોજગાર સવારના આઠ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી ખુલ્લા રાખવાની જાહેરાત કરી હતી બપોરના ૧ વાગ્યા બાદ તમામ ધંધા-રોજગાર બંધ રહેશે એવું સર્વાનુમતે જાહેર કર્યું હતું

ધોરાજીમાં સવારના 8 થી બપોરના ૧ વાગ્યા સુધી સ્વેચ્છિક તમામ ધંધા-રોજગાર બંધ રહેશે અને બપોરે 1 વાગ્યા બાદ લોકડાઉન જે બાબતે ડેપ્યુટી કલેક્ટર એ કીધું કે બપોરના ૧ વાગ્યા બાદ જાહેરમાં ફરતા લોકોની સામે કડક હાથે પગલાં લેવામાં આવશે અને દુકાનોના ઓટલાઓ પર બેસેલા લોકો સામે પણ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે

આ બેઠકમાં ધોરાજીના મામલતદાર કિશોર જોલાપરા નાયબ મામલતદાર ખીમાણીભાઈ ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા કિશોરભાઈ રાઠોડ જયંતિ ભાઈ પાનસુરીયા રમેશભાઈ શિરોયા દિલીપભાઈ હોતવાણી વિગેરે વેપારી એસોસીએશન ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

ધોરાજીમાં કોરોનાના ૬૫થી વધુ કેસ પોઝિટિવ નોંધાતા કાયદો અને વ્યવસ્થા બાબતે પોલીસનો સ્ટાફ ઓછો હોય જે બાબતે કિશોરભાઈ રાઠોડ ડેપ્યુટી કલેક્ટરને રજુઆત કરતા જણાવેલ કે હાલમાં ધોરાજીના બે પીએસઆઇ બીજા કામ મૂકવામાં આવ્યા છે તેમજ હોમગાર્ડના છૂટા કરવામાં આવ્યા છે તેઓને તાત્કાલિક હાલમાં કોરોના મહામારી ના સમયમાં બંદોબસ્ત માટે ધોરાજીમાં જ રાખવા બાબતે રજૂઆત કરી હતી (તસવીર કિશોરભાઈ રાઠોડ ધોરાજી)

(2:23 pm IST)