Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

રોટરી કલબ જામનગરનો ડિજિટલ પદગ્રહણ સમારોહ

વઢવાણ તા. ૬ : રોટરી કલબ જામનગરનો ૭૦મો પદગ્રહણ સમારંભ ઉદ્યોગપતિ રમણીકભાઈ શાહ તથા અરવિંદભાઈ શાહ ડિસ્ટ્રિકટ ગવર્નર પ્રશાંતઙ્ગ જાની આસિસ્ટન્ટ ગવર્નર અલ્કેશ ગોસલીયા ડિજિટલ માધ્યમથી ઉપસ્થિત રહી નવા વરાયેલા પ્રમુખ નીશીત શાહ સેક્રેટરી કમલેશ સાવલા અને તેમની ટીમનો પદગ્રહણ સમારંભ યોજી ડિસ્ટ્રિકટ ગવર્નર પ્રશાંત જાની દ્વારા શપથ ગ્રહણ કરાવ્યા હતા.

પાસ્ટ પ્રેસીડન્ટ ભાવિન પટેલ સેક્રેટરી બ્રિજેશ ઝવેરીએ બેજ અર્પણ કરી નવી ટીમને આવકારી હતી.

પૂર્વ પ્રેસિડેન્ટ ભાવિન પટેલે આવકાર્યા હતા. ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી શીતલ પટેલે પ્રેસિડેન્ટ નીશીત શાહ અને સેક્રેટરી કમલેશ સાવલાનો પરિચય આપ્યો હતો. દિલીપ ચંદરિયા દ્વારા પ્રવૃત્તિઓનો અહેવાલ રજુ કરવામાં આવીયો હતો.

જયારે પરેશ વ્યાસ દ્વારા ડીજી પ્રશાંત જાની તેમજ મનમોહન સોની દ્વારા એજી અલ્કેશ ગોસલીયાનો પરિચય આપવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગરથી ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી પ્રશાંત જાનીએ નવી વરાયેલી ટીમને આવકારીઙ્ગ વર્ષ ૨૦૨૦-૨૧માં મેમ્બરશીપ ગ્રોથ અને રોટરી ફાઉન્ડેશનમા વિશેષ યોગદાન માટે ભાર મૂકયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિરલ જૈન દ્વારા કરવામાં આવ્યું હતું.

(1:18 pm IST)