Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ખંભાળીયા હનીટ્રેપમાં કેતન નકુમ પોતાની જમાદાર તરીકે ખોટી ઓળખ આપતોઃ ઝડપાયેલા શખ્સોના રિમાન્ડની તજવીજ

 ખંભાળીયા તા. ૬ :.. ખંભાળીયામાં હનીટ્રેપમાં ફસાવીને નાણા ખંખેરતી ચીટર ગેંગ ઝડપાતા પોલીસે તમામના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

જીલ્લા પોલીસ વડાશ્રી રોહન આનંદની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક હિરેન્દ્ર ચૌધરીના માર્ગદર્શન હેઠળ ખંભાળીયા ટાઉનમાં છેલ્લા ચારેક માસના સમય ગાળા દરમ્યાન કોઇ અજાણી સ્ત્રી મોબાઇલ દ્વારા અલગ-અલગ પુરૂષોને ફોન કરી તેમની સાથે મધુરતાથી મીઠી-મીઠી વાતો કરી પોતાની મોહજાળમાં ફસાવી ત્યારબાદ તે પુરૂષોને ખંભાળીયા બોલાવી પોતે તકલીફમાં હોવાનો ઢોંગ રચી તેમને ખાલી પડેલ રહેણાક મકાનમાં લઇ જઇ બાદ તેમના મળતીયાઓ સાથે મળી પુર્વ  આયોજીત કાવતરૂ ઘડી આ અંગે તેમના મળતીયાઓને જાણ કરી તેમના મળતીયાઓ તેમની પાસે જઇ બાદ તેઓ આ પુરૂષોને પોતાની પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી તેમને ડરાવી ધમકાવી તેમની પર કેસ બદનામ કરવની ધમકી આપી તેમની પાસેથી નાણા પડાવતા હોવાની હકિકત ધ્યાન પર આવેલ જે આધારે ખંભાળીયા - જામનગર રોડ ઉપર હીરો મો. સા.ના શો રૂમની પાછળ જીઆઇડીસી વિસ્તારમાં આ હની ટ્રેપ કરતી મહિલા તથા તેમના મળતીયાઓ ભેગા થયેલ હોય જેથી તે જગ્યાએ રેઇડ કરી હનીટ્રેપ કરતી મહિલા તથા તેમની સાથેના બીજા ૭ પુરૂષ ઇસમોને પકડી પાડેલ જેમાં (૧) હેમતભાઇ  લાખાભાઇ ચુડાસમા જાતે આહરી ઉ.૩પ ધંધો વેપાર રહે. ખાનનાથ સોસાયટી, ખંભાળીયા (ર) પ્રવિણભાઇ પરષોતમભાઇ કણઝારીયા જાતે દલવાડી ઉ.ર૩ ધંધો કડીયા કામ રહે. રામનગર, ખંભાળીયા (૩) કેતનભાઇ નાનજીભાઇ નકુમ જાતે દલવાડી ઉ.વ.ર૦, ધંધો મજૂરી કામ રહે. રામનગર, ખંભાળીયા  (૪) પ્રફુલભાઇ ઉર્ફે ધર્મેશ ઉર્ફે ધમો લાલજીભાઇ જોષી જાતે બ્રાહ્મણ ઉ.ર૭, ધંધો, ડ્રાઇવીંગ રહે. સંજયનગર, ખંભાળીયા (પ) જતીનભાઇ ઉર્ફે ભીખો નરેશભાઇ મકવાણા જાતે. લુહાર ઉ.૩૧ ધંધો ફેબ્રીકેશન રહે. હરસિધ્ધીનગર, ખંભાળીયા (૬) સુનિલભાઇ વશરામભાઇ નકુમ જાતે દલવાડી ઉ.વ.૧૮ ધંધો પ્રા. નોકરી રહે. ધરમપુર ખંભાળીયા (૭) હિતેશભાઇ કરણાભાઇ ચાવડા જાતે આહીર ઉ.ર૪ ધંધો જીઆરડી માં નોકરી રહે. મિલન ચાર રસ્તા ખંભાળીયા (૮) હેતલબેન ડો. ઓફ વિનુભાઇ ધ્રુવ જાતે બરડાઇ બ્રાહ્મણ ઉ.વ.રર ધંધો રસોઇ કામ રહે. જામનગર મુળ રહે. લીંબડી ગામ તા. કલ્યાણપુર વાળાઓને તેઓએ ગુન્હાના કામે ઉપયોગમાં લીધેલ મોબાઇલ ફોન કુલ નંગ ૮ કિ. રૂ. ૪,૦૦૦ તથા તેઓએ હની ટ્રેપમાં ભોગ બનનાર પાસેથી બળજબરીથી કઢાવેલ રોકડા રૂ. ૬,૦૦૦ મળી કુલ દિ. રૂ. ૧૦,૦૦૦ મુદામાલ સાથે પકડી પાડી આ ઉપરોકત તમામ આરોપીઓને આગળની કાર્યવાહી કરવા અંગે ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપતા ખંભાળીયા પોલીસ  સ્ટેશનના પો. સ્ટાફ દ્વારા આ ઉપરોકત તમામ આરોપીઓની પુછપરછ કરતા આરોપીઓએ સદરહુ ગુન્હાની કબુલાત આપેલ અને આ ઉપરાંત પણ અગાઉ બીજા ચારેક  અન્ય પુરૂષોને પણ આવી રીતે પોતાની માયાજાળમાં ફસાવેલ હોવાની કબુલાત આપેલ અને આરોપી પ્રવિણભાઇ પરષોતમભાઇ કણઝારીયા પોતાની પીએસઆઇ તરીકેની તથા આરોપી કેતનભાઇ નાનજીભાઇ નકુમ પોતાની જમાદાર તરીકેની ખોટી ઓળખ આપી તથા તેમની સાથેના બીજા આરોપીઓ તેમને આ કામમાં મદદ કરતા હોવાની કબુલાત આપેલ જેથી આ ઉપરોકત તમામ આરોપીઓને આજરોજ ખંભાળીયા પો. સ્ટે. એ પાર્ટ  ગુ. ર. નં. ૦૯૪૪/ર૦ર૦ આઇ. પી. સી. કલમ ૧ર૦ (બી), ૧,૭૦,૩૮૪ વિ. મુજબના ગુન્હાના કામે ખંભાળીયા પો. સ્ટે.ના પો. સબ. ઇન્સ. શ્રી એ. આર. ઝાલાનાઓએ ધોરણસર અટક કરી આગળની તપાસ હાથ ધરેલ છે.

આ સમગ્ર કામગીરી દેવભૂમિ દ્વારકા એસ. ઓ. જી. શાખાના પો. ઇન્સ. શ્રી જે. એમ. પટેલ તથા એસ. ઓ. જી. શાખાના એએસઆઇ એમ. આઇ. બ્લોચ, તથા અન્ય પોલીસ સ્ટાફ તથા ખંભાળીયા પોલીસ સ્ટેશનના પો. ઇન્સ. શ્રી જી. આર. ગઢવી તથા પો. સબ. ઇન્સ. એ. આર. ઝાલા તથા પો. હેઙ કોન્સ. દિપકભાઇ રાવલીયા તથા પ્રવિણભાઇ ગોજીયા તથા પો. કોન્સ. ગોવિંદભાઇ કરમુરનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

(1:16 pm IST)