Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

જામજોધપુરના શેઠવડાળામાં સાડા ૧૦ ઇંચ વરસાદ

જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા મહેરબાન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૬ : જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંં પણ મેઘરાજા મહેરબાન થયા છે છેલ્લા ર૪ કલાકમાં એક ઇંચથી માંડીને સાડા દશ ઇંચ વરસાદ પડયો છે.

જામનગર જીલ્લાના અલીયાબાડા, ફલ્લામાં ૩ ઇંચ, લાખાબાવળમાં સાડા ત્રણ ઇંચ, વસઇ, જામવંથલી, ઘુતારપુર, દરેડમાં અને મોટીબાપુગારમાં ર થી અઢી ઇંચ વરસાદ પડયો છે.

જોડીયાના પીઠડમાં ર ઇંચ તથા હડીયાણા અને બાલંભામાં દોઢ ઇંચ, ધ્રોલના લૈયારામાં ૪ ઇંચ, જાલીયા દેવાણીમાં અઢી ઇંચ અને લતીપુરમાં દોઢ ઇંચ વરસાદ પડયો છે.

આ ઉપરાંત કાલાવડના મોટા પાંચદેવડા અને મોટાવડાળામાં સાડા ચાર ઇંચ, નિકાવામાં સવા પાંચ ઇંચ, નવાગામ અને ભભેરાજા અને ખરેડીમાં ૩ ઇંચ વરસાદ પડો છે.

જામજોધપુરના શેઠવડાળામાં સાડાદશ, પરડવામાં ૯ ઇંચ, સમાણામાં સાડા સાત, જામવાડીયા, પ, વાંસજાળીયામાં સાડા સાત ઇંચ, ધુનડામાં ૪ ઇંચ વરસાદ પડયો છે.

લાલપુરના ડબાસંગણા અને મોટા ખડબામાં અઢી ઇંચ, પીપરતોળા, પડાણા અને મોડપરમાં બે ઇંચ તથા ભણગોરમાં એક ઇંચ વરસાદ પડયો છે.

(1:14 pm IST)