Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં ૧૬ પોઝિટિવ કેસ : ઝાલાવાડમાં કુલ કેસ ૨૦૦ને પાર

 વઢવાણ તા. ૬ : ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લામાં એક સાથે કોરોના વાયરસના ૧૬ પોઝિટિવ કેસો સામે આવતા જિલ્લામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે કયારે એમાંના ૧૧ નવા કેસો સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી વિસ્તારોમાં આવવા પામ્યા છે જેમાં વાત કરીએ તો ૧૮ વર્ષના યુવાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારે બીજી તરફ ૪૫ વર્ષના મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ બંને રહેવાસીઓ વઢવાણના છે.

બીજી તરફ ૬૦ વર્ષની મહિલા રહેવાસી દાળમિલ રોડ ઉપરાંત ૨૮ વર્ષના યુવાન તક્ષશિલા સોસાયટી ના રહેવાસી ૩૧ વર્ષીય યુવાન રહેવાસી ૮૦ ફુટ રોડ ૪૦ વર્ષીય યુવાન રહેવાસી દુધરેજ ૨૫ વર્ષીય યુવાન વિવેકાનંદ ટાઉનશિપ ૨૮ વર્ષીય યુવાન રહેવાસી રતનપર ૬૦ વર્ષીય મહિલા રહેવાસી રતનપર ૩૦ વર્ષીય યુવાન રહેવાસી ૮૦ ફુટ રોડ અને ૨૬ વર્ષીય મહિલા વર્ધમાન સોસાયટી માં કોરોના વાયરસના પોઝિટિવ કેસો સામે આવ્યા છે.

જિલ્લામાં એક જ દિવસમાં કોરોના વાયરસના ૧૬ કેસોમા ૧૧ કેસો શહેરી વિસ્તારોમાં નોંધાવા પામ્યા છે ત્યારે અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસના ૨૨૬ કેસો નોંધાવવામાં આવ્યા છે જેમાંથી ૧૨૦ લોકો સાજા થઈને પોતાના ઘેર પરત ફર્યા છે અને હજુ પણ સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલમાં અને લીંબડી હોસ્પિટલમાં આ બંને હોસ્પિટલમાં ૯૭ લોકો સારવાર લઇ રહ્યા છે.(

(1:14 pm IST)