Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ભાવનગરમાં કોરોનાનો વિસ્ફોટ : સવારે 10 કેસ નોંધાયા બાદ બે ડોક્ટર સહીત નવા છ પોઝીટીવ કેસ : જિલ્લામાં કુલ કેસનો આંકડો 360એ પહોંચ્યો

શહેરમાં 2 ડોક્ટર સહીત આઠ કેસ સાથે ગ્રામ્યમાં પણ વધુ આઠ કેસ મળીને આજે કુલ 16 નવા કેસ નોંધાયા

ભાવનગરમાં આજે સવારે 10 કેસ સામે આવ્યા બાદ, બે ડોક્ટર સહિત નવા 6 પોઝીટીવ કેસ નોંધાયા છે : ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાના કેસોનો ચિંતાજનક રીતે વધારો થઇ રહયો છે  આજે સોમવારે ભાવનગર શહેરમાં ૨ ડોક્ટર સહિત 8 અને  ભાવનગર ગ્રામ્યમા પણ 8 સહિત કુલ 16 પોઝિટિવ કેસ બપોર સુધીમાં નોંધાયા છે  આ સાથે : ભાવનગર જિલ્લામા કુલ પોઝિટિવ કેસનો આંક વધીને 360 સુધી પહોંચી ગયો છે સતત વધતા કેસથી  તંત્રમાં દોડધામ મચી ગઈ છે  લોકોમાં ફફડાટ ફેલાયો છે

(1:47 pm IST)