Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

શનિવારે મોડી રાત્રેના હળવદમાં એક કેસ બાદ રવિવારે એક જ દિવસમાં સૌથી વધુ રેકર્ડબ્રેક ૧૦ કેસ

મોરબી,તા.૬: રવિવારે કોરોના બોમ્બ ફૂટ્યો હતો અને એક જ દિવસમાં સૌથી વધુ રેકર્ડબ્રેક ૧૦ કેસો નોંધાયા છે શનિવારે રાત્રીના હળવદના વૃધ્ધા બાદ રવિવારે મોરબી શહેર, ગ્રામ્ય અને હળવદ પંથકમાં ૧૦ કેસો નોંધાયા હે અને મોરબીમાં કોરોનાએ ફિફ્ટી પૂર્ણ કરીને આજના ૧૦ કેસો સહીત કુલ આંક ૫૨ ઙ્ગથયો છે.

મોરબીમાં રવિવારે કાલિકા પ્લોટના રહેવાસી ૫૫ વર્ષના મહિલા, રવાપર ગામના ૫૦ વર્ષના પુરુષ, અને જેતપરના રહેવાસી ૫૪ વર્ષના પુરુષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે જે દર્દીઓ હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં છે જયારે હળવદના કોયબા ગામની વાડીના રસ્તે રહેતા ૬૭ વર્ષના મહિલાનો રીપોર્ટ પોઝીટીવ આવતા દર્દી હાલ સુરેન્દ્રનગર હોસ્પિટલ સારવારમાં છે તે ઉપરાંત સામાકાંઠે લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા ૩૮ વર્ષના પુરુષનું રાજકોટ ખાનગી હોસ્પિટલમાંથી સેસ્મ્પ્લ લેવાયું હતું અને અમદાવાદ મોકલવામાં આવ્યું હોય જેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે હાલ દર્દી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવારમાં છે.

તો તે ઉપરાંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી આજે વધુ ચાર કોરોના પોઝીટીવ કેસ જાહેર થયા છે જેમાં મોરબીના દરબારગઢ વિસ્તારની જાની શેરીના રહેવાસી અને હાલ ગૌરાંગ શેરીમાં રહેતા ૩૦ વર્ષની મહિલા, ૫૯ વર્ષના પુરૂષ અને ૫૮ વર્ષના મહિલાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે તે ઉપરાંત સુથાર શેરીના ૫૩ વર્ષના પુરુષનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે તમામ ચાર લોકો એક જ જ્ઞાતિના હોય અને એકબીજાના સંપર્કમાં રહેતા હોવાની માહિતી આરોગ્ય વિભાગને મળી છે તેમજ જાની શેરીના પોઝિટિવ આવેલ દર્દીના ઘરે ૫ દિવસ પહેલાં અમદાવાદ થી એક પરિવાર (૪ લોકો) સતત ૮-૧૦ઙ્ગ દિવસ સુધી રોકાયેલ હતા. તે લોકોના રોકાણ દરમિયાન જ મોરબીના દર્દીઓને શરદી ઉધરસ ની તકલીફ શરૂ થયેલ હતી. જયારે આજનો ૧૦ મો કેસ કાલિકા પ્લોટમાં નોંધાયો હતો કાલિકા પ્લોટના ૪૪ વર્ષના પુરુષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હોય અને મોરબી શહેર અને જીલ્લામાં આજે રેકર્ડબ્રેક ૧૦ કેસો સાથે કુલ આંક ૫૨ થયો છે અને મોરબીમાં અડધી સદી પૂરી થઇ છે અને કોરોનાએ જે રફતાર પકડી છે તેનાથી આરોગ્ય વિભાગમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.(

(1:07 pm IST)