Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

જૂનાગઢમાં બીજા દિવસે પણ વરસાદથી વિલીંગ્ડન ડેમ ઓવરફલો

ઝાંઝરડા અને જોશીપરા અન્ડર બ્રિજમાં પાણી ભરાયા

જૂનાગઢ,તા.૬: જૂનાગઢમાં આજે બીજા દિવસે પણ વરસાદ ચાલુ રહેતા વ્હેલી સવારે વિલીંગ્ડન ડેમ ઓવર ફલો થયો છે.

જૂનાગઢ શહેરમાં સવાર સુધીમાં ૪ાા ઇંચ વરસાદ નોંધાયો હતી. ગિરનારની સાથે દાતાર પર્વત વિસ્તારમાં ભારે વરસાદ થયો છે.

દાતાર પર્વતની નજીક આવેલ જૂનાગઢને પીવાનું પાણી પુરૂ પાડતો વિલીંગ્ડન ડેમ આજે વ્હેલી સવારે ઓવર ફલો થતાં કાળવાનાં વોંકળામાં પુર આવેલ છે.

જૂનાગઢમાં રાત્રે પડેલા ભારે વરસાદથી શહેરનો ઝાંઝરડા અને જોશીપરા અન્ડર બ્રિજમાં પાણી ભરાય જતાં વાહન વ્યવહારને અસર થઇ હતી.(

(1:05 pm IST)