Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

જુનાગઢમાં કોરોના પોઝીટીવ કેસ : ૧૦૦ને પારઃ જિલ્લામાં કુલ કેસ ૧૬૧ થયા

૮પ થી વધુ કેસ એકટીવ

 જુનાગઢ તા.૬ : જુનાગઢમાં કોરોના પોઝીટીવ કેસ વધીને ૧૦૦ને પાર થઇ ગયા છે અને જિલ્લામાં કુલ કેસ ૧૬૧ થયેલ છે.

જુનાગઢમાં રવિવારે રજા રાખ્યા વગર કોરોનાએ કહેર મચાવવા ચાલુ રાખ્યુ હતુ. ગઇકાલે રાત સુધી જુનાગઢમાં નવા ૧૦ પોઝીટીવ કેસ નોંધાતા તંત્ર દોડતુ થઇ ગયુ હતુ.

૧૦ કેસનો ઉમેરો થતા જુનાગઢમાં પોઝીટીવ કેસનો આંક ૧૦૪ થઇ ગયો છે.

બીજી તરફ જુનાગઢ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ સંક્રમણ યથાવત  રહેલ છે. રવિવારે ભેંસાણનાં ખજુરી હડમતીયા, વંથલીના કણઝામાં અને કેશોદ શહેરમાં એક પોઝીટીવ કેસ નોંધાયો હતો.

આ ઉપરાંત વિસાવદરનાં લીમદ્રામાં રવિવારે ફરી એન્ટ્રી લગાવી હતી. કેશોદનાં બાલગામ અને જુનાગઢના માખીયાળામાં પણ પોઝીટીવ કેસ સામે આવતા દોડધામ મચી ગઇ હતી. જિલ્લાના કુલ કેસ ૧૬૧ થયા છે અને ૮પ થી વધુ કેસ એકટીવ છે.

(1:01 pm IST)