Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

બાબરા તાલુકામાં વધુ એક પોઝિટિવ કેસની એન્ટ્રી કુલ ૬ કેસ થયા

બાબરા તા. ૬ : બાબરા તાલુકા ના અમરાપરા ગામે ગઇકાલે રાત્રે નવ વાગે કોરોના પોઝીટીવ કેસ નોંધાયો હતો. તંત્ર પાસેથી મળતી વિગતો મુજબ અમરાપરા ગામે રહેતા કનુભાઇ બેચરભાઇ આંબલીયા (ઉં.૫૭)ને સુરત મુકામે હાર્ટની બીમારી સબબ સારવાર અર્થે ગયેલા ત્યાથી તા ૩-૭-૨૦૨૦ના રોજ પરત અમરાપરા ગામે આવ્યા હતા.

રાજકોટ ગયેલ ત્યાથી ગત રાત્રે તંત્ર દ્વારા એમનો કેસ પોઝીટીવ જાહેર કરતા તંત્ર અમરાપરા ગામે પહોંચી ગયું હતું. દર્દીઙ્ગપાસે વિગતો મેળવી આજે સવારે ૯ વાગે તંત્ર દ્વારા દર્દીની આજુબાજુ નો વિસ્તાર કન્ટેનમેન્ટ જોન કરવા ની તજવીજ હાથ ધરી છે. આજના એક કેસને લઇ બાબરા શહેર અને તાલુકા મા કુલ ૬ કેસ થયા છે.

અમરેલી જીલ્લામા વધતા જતા કોરોના કેસને લઇ લોકોમા ચિંતા વધી સરકાર દ્વારા છુટછાટ આપવામા આવતા કેસનો રાજયમા મોટા પાયે ઉછાળો આવ્યો છે. જો રાજય સરકાર દ્વારા કોઇ પગલાં નહી લેવાય તો આગામી સમયે કોરોના વાઇરસ અનેક લોકોને ભરખી જશે તોઙ્ગનવાય નહી. રાજય સરકાર જેમ જેમ કોરોના કેસ વધુ નોંધાય છે એમ વધુ છુટછાટ આપે છે અમરેલી જીલ્લામા કોરોનાના વધતાં કેસને લઇ ચિંતાનો માહોલ છવાયો છે.(

(1:01 pm IST)