Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

લીંબડી પાસે ખનીજ ચેકીંગ ટીમ ઉપર ડમ્પર ચડાવી મારી નાખવાની ધમકી

વઢવાણ, તા.૬: કોરોનાના કપરા સમયમાં પણ સુરેન્દ્રનગર જિલ્લામાંથી કરોડો રૂપિયાની રેતી ચોરી અને ખનિજ ચોરીના ચાલતા પ્લાન્ટો અને મશીનરીના બનાવો સામે આવ્યા છે અને જિલ્લા વહીવટી તંત્રએ આ બાબતે લાલ આંખ પણ કરી હતી અને જયાં આવા પ્લાન્ટ કે ખનીજ ચોરી ચાલતી હોય તે જગ્યાએ જઈને દરોડા પણ પાડવામાં આવ્યા છે તે છતાં પણ અલગ અલગ નુસખા અપનાવીને જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ રીતે રેતી ચોરી અને ખનીજ ચોરી કરી રહ્યા છે.

ગઇકાલે લીંબડી સર્કલ પાસે ગેરકાયદેસર ખનિજ વહન અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતુ સુરેન્દ્રનગર જિલ્લાના અધિકારીઓને સુચના થી આ સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતુ સુરેન્દ્રનગર ના અધિકારીશ્રી ની સુચના થી ગેરકાયદેસર ખનિજ વહન અંગે લીંબડી સર્કલ પાસે રોડ ચેકીંગ દરમિયાન મારૂતિ સુઝુકી સ્વીફ્ટ નં.જીજે-૧૩-એનએન-૨૪૧૪ જેમાં બે ઈસમો આવ્યા હતા.

જેમાં ના એક દિલીપસિંહ ઝાલા ઉર્ફે દાજી રે. રાસ્કા તા.લીંબડી તેમજ એક ઈસમ કાળા કલરના શર્ટ અને નાઇટ પેન્ટ પહેરેલ મદદગારીમા આવી ટીમ સાથે ગાળાગાળી કરેલ અને ડમ્પર ચડાવી મારી નાખવાની તેમજ હું પોતે દિલીપસિંહ ઉર્ફે દાજી આ જિલ્લામાં ડમ્પર ચડાવીશ અને એ દિવસે એક ફોજી (સિકયુરિટી ગાર્ડ) મરી જાશે અને સ્થળ છોડવાનું કહી કાયદેસરની કામગીરીમાં ફરજમાં રૂકાવટ અને જાનથી મારી નાખવાની ધમકી જેવા ગુનાઓ આચરેલ આ બંને ઈસમો વિરૂદ્ઘ ધોરણસરની પોલીસ ફરિયાદ દાખલ કરવા માં આવી છે. ત્યારે હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

સુરેન્દ્રનગર જિલ્લામાં કુદરતી રીતે ખનીજ નો ભંડાર આવેલો છે ત્યારે ખાસ કઈ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી વઢવાણ સાયલા ચોટીલા મૂડી થાન પંથકમાં રેતી ઉપરાંત કાર્બોસેલ કુદરતી રીતે મળી આવે છે ત્યારે સરકાર દ્વારા લીઝ આપીને અને રોયલ્ટી વસૂલ લઈને કરોડોની આવક કરવામાં આવી રહી છે..

બીજી તરફ આવા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પણ અનેક માફિયાઓ દ્વારા અને ખનીજ માફિયાઓ દ્વારા બેફામ રીતે વગર રોયલ્ટી અને વગર લીજે રેતી ઉપરાંત અને ખનીજ ચોરીઓ કરવામાં આવી રહી છે ત્યારે જો કોઇ વગર રોયલ્ટી એ અને લીઝ વગર ચાલતી ખનીજ ચોરીમાં ઝડપાય તો રાજકીય આગેવાનો તરત જ દોડી આવે છે અને તરત જ ફોન શરૂ થઇ જતા હોય છે.

ત્યારે અધિકારીઓ આવી રીતે ગેરકાયદેસર ચાલતી ખનીજની ચોરી ઉપર દરોડા કરવા જઈ શકતા નથી ત્યારે જિલ્લામાં અનેક રાજકીય વગો અને નેજા હેઠળ બેફામ રીતે ચોરી થતી હોવાની લોકચર્ચા જાગી ઊઠી છે અને દિન-પ્રતિદિન ખનીજ માફિયાઓ બેફામ એ પણ થઈ રહ્યા છે અને મારી નાખવાની ધમકીઓ પણ આપી રહ્યા છે.(

(12:56 pm IST)