Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

મોટી પાનેલીમાં મુંબઇથી આવેલા ૧૬ વર્ષના કિશોરનો રિપોર્ટ પોઝિટિવ

મોટી પાનેલી તા. ૬ : ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં શુક્રવારે જ મુંબઈથી આવેલ લોહાણા પરિવારના એક સોળ વર્ષના કિશોરને કોરોના પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવેલ છે.

મૂળ મોટી પાનેલીના આ લોહાણા પરિવાર ચાર સભ્યો સાથે શુક્રવાર ના રોજ મુંબઈથી તેમના મૂળ ગામ પાનેલી આવેલ આવતાની સાથે તેઓએ ઉપલેટા સરકારી હોસ્પિટલ માં ટેસ્ટ કરાવેલ અને પાનેલી દાડમા દાદા શેરીમાં રહેતા પોતાના ભાઈઓના ઘરે ના રહેતા સામે અલગ જ રહેણાંક રાખ્યું હતું. જેમાંથી આજે શનિવારે પરિવારના હર્ષ દીપકભાઈ લુક્કા ઉ.વ.૧૬ નામના કિશોરનો રિપોર્ટ પોઝેટીવ આવતા તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી કિશોરને રાજકોટ સિવિલમાં મોકલી અન્ય પરિવારના સભ્યોને હોમ કોરોન્ટાઇનઙ્ગ કરેલ છે

ઘટનાની જાણ થતા ઉપલેટા પીએચસીના ડો.હેપ્પી પટેલ તેમજ પાનેલી આરોગ્ય વિભાગ સાથે તાલુકાના ડઢાણીયા, ગ્રામ પંચાયતના મંત્રી વાળા સાથે સરપંચ મનુભાઈ, વિસ્તારના આગેવાન વિજયભાઈ ગમારા પહોંચી એરિયાને કન્ટેઇનટમેન્ટ ઝોન જાહેર કરી ગલીને સીલ કરવામાં આવેલ છે. આખાય વિસ્તારને સેનેટાઇઝ કરવામાં આવેલ છે.(

(12:55 pm IST)