Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ખંભાળીયામાં વધુ અઢી ઇંચ : બે દિ' માં સાડા બાવીસ

ઇંચ : ૪ કલાકમાં કાલાવડમાં ૩ાા, લાલપુર,જામનગર ધ્રોલમાં બે, માણાવદર, જામકંડોરણા, જોડીયા, જામજોધપુરમાં દોઢ ઇંચ

રાજકોટ, તા. ૬ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા મહેરબાન થયા છે. ગઇકાલે ખંભાળીયામાં ર૦ ઇંચ વરસાદ વરસ્યા બાદ આજે બપોર સુધીમાં વધુ અઢી ઇંચ વરસાદ વરસતા બે દિવસમાં સાડા બાવીસ ઇંચ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત કલ્યાણપુર, દ્વારકા અને ભાણવડમાં આજે હળવા ભારે ઝાપટા વરસ્યા છે.

જામનગર જિલ્લાના કાલાવડમાં આજે સવારે ૮ થી બપોરના ૧ર વાગ્યા સુધીમાં ૩ાા ઇંચ વરસાદ વરસ્યો છે. જયારે જામનગર, ધ્રોલ અને લાલપુરમાં બે ઇંચ વરસાદ પડયો છે. જયારે જામજોધપુર અને જોડીયામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.

અમરેલી જિલ્લામાં જાફરાબાદ અને રાજુલામાં અડધો ઇંચ તથા અમરેલી, ખાંભા, લાઠી, બાબરા, સાવરકુડલામાં હળવા ભારે ઝાપટા વરસ્યા છે.

ભાવનગર જિલ્લામાં ઉમરાળા, જેસર, ભાવનગર, મહુવા, વલ્લભીપુર, સિહોરમાં હળવા ભારે ઝાપટા પડ્યા છે.

કચ્છમાં પણ ઝાપટાથી માંડીને અડધો  ઇંચ વરસાદ વરસ્યો છે. જેમાં મુંદ્રામાં અડધો ઇંચ તથા અંજાર, ગાંધીધામ, ભચાઉ, ભૂજ, માંડવી અને રાપરમાં હળવા ભારે ઝાપટા પડ્યા છે.

ગીર સોમનાથ જિલ્લાના ગીર -ગઢડામાં પોણો ઇંચ, કોડીનારમાં અડધો ઇંચ તથા સુત્રાપાડા અને ઉનામાં ઝાપટા વરસ્યા છે.

જુનાગઢ જિલ્લામાં માણવદરમાં દોઢ ઇંચ, વિસાવદરમાં ૧ ઇંચ, માંગરોળ, કેશોદ, મેંદરડા અને વંથલી, માળીયાહાટીના, જુનાગઢમાં હળવા ભારે ઝાપટા વરસ્યા છે.

મોરબી જિલ્લામાં ટંકારામાં દોઢ ઇંચ તથા મોરબી, વાંકાનેર અને માળીયામીયાણામાં હળવા ભારે ઝાપટા પડ્યા છે.

રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં દોઢ ઇંચ, પડધરીમાં ૧ ઇંચ, ઉપલેટા, કોટડાસાંગણી, ગોંડલ, જેતપુર, જસદણ, ધોરાજી, રાજકોટ, લોધીકા, વિંછીયામાં હળવા ભારે ઝાપટા પડ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, ચુડા અને લીંબડીમાં પણ હળવા ભારે ઝાપટા વરસ્યા છે.

(1:23 pm IST)