Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ભાવનગર માં બે ડોક્ટર સહિત 16* પોઝીટીવ કેસ : કોરોના ની સ્પીડ વધી રહી હોય તંત્રમાં દોડધામ

ભાવનગર તા.6 :  ભાવનગર શહેર-જિલ્લામાં  કોરોના ના કેસો  ચિંતાજનક રીતે વધી રહ્યા છે આજે સોમવારે ભાવનગર શહેરમાં ૨ ડોક્ટર સહિત 8 અને  ભાવનગર ગ્રામ્ય મા પણ 8 સહિત કુલ 16 પોઝિટિવ કેસ આજે બપોર સુધીમાં જ નોંધાયા છે.

આજના  16 કેસ - આ સાથે ભાવનગર જિલ્લા નો અત્યાર સુધીનો કુલ પોઝિટિવ આંક વધીને  360 સુધી પહોંચી ગયો છે કોરોના ની સ્પીડ વધી રહી હોય તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે

(12:33 pm IST)