Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ભાવનગરમાં કોરોનાની ગતિ બેકાબુઃ અનલોકના ૩૩ દિ'માં ૧૮૦ કેસ

જીલ્લામાં હાલ ૩૦૫ કેસની સામે ૧૨૦ દર્દીઓ સારવારમાં

ભાવનગર તા. ૪ : ભાવનગરમાં કોરોનાના દર્દીઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. અનલોક ના છેલ્લા ૩૩ દિવસ દરમિયાન ૧૮૦ પોઝિટિવ કેસ નોંધાયા છ. રોજ રોજ પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી હોય આજ સુધીનો જિલ્લાનો કુલ પોઝિટિવ આંક ૩૦૫ને આંબી ગયો છે.

ભાવનગર જિલ્લામા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૬ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૩૦૫ થવા પામી છે. ભાવનગરના સમર્પણ સોસાયટી, ગાયત્રીનગર ખાતે રહેતા ૫૫ વર્ષીય પરેશભાઈ ભટ્ટ, વિજયનગર, શેરી નં.૫ ખાતે રહેતા ૫૩ વર્ષીય લાભુબેન અણઘણ, પીઠાવાળો ખાંચો, વડવાનેરા ખાતે રહેતા ૪૩ વર્ષીય હામિદાબેન અગરીયા, શિવઓમનગર, આર.ટી.ઓ.રોડ ખાતે રહેતા ૫૬ વર્ષીય કલ્યાણભાઈ કુકડીયા, જી.આઈ.ડી.સી. વસાહત, પ્રેસ કવાર્ટર ખાતે રહેતા ૪૫ વર્ષીય નવીનભાઈ ચાવડા, ઓપેરા હાઉસ, દેવુભાગ ખાતે રહેતા ૨૨ વર્ષીય દર્શિત ડાભી, બારૈયાફળી, વડવા ખાતે રહેતા ૬૫ વર્ષીય નિર્મળાબેન ડાભી, સરીતા સોસાયટી, શેરી નં.૪ ખાતે રહેતા ૬૩ વર્ષીય શારદાબેન મોરતીયા, રસાલા કેમ્પ, માધવદર્શન ખાતે રહેતા ૩૦ વર્ષીય અનિલભાઈ કુકરેજા, હાદાનગર ખાતે રહેતા ૫૮ વર્ષીય પાર્વતીબેન સરવૈયા, વલ્લભીપુરના ચમારડી દરવાજા ખાતે રહેતા ૩૦ વર્ષીય જૈમિનભાઈ ધાનાણી, વલ્લ્ભીપુરના દરેડ ગામ ખાતે રહેતા ૭૦ વર્ષીય કાળુભાઈ નાથાણી, વલ્લભીપુરના મોણપુર ખાતે રહેતા ૩૯ વર્ષીય રાજુભાઈ ધગાદ્રા, ઉમરાળાના અમલપર ગામ ખાતે રહેતા ૨૫ વર્ષીય સૈયુકતાબેન જાદવ સોલંકી, ભાવનગરના ટોપ-૩ સર્કલ, માધવાનંદ-૨ ખાતે રહેતા ૨૬ વર્ષીય આરતીબેન બાંભણીયા અને તળાજાના સરતાનપર ખાતે રહેતા ૩૧ વર્ષીય દિલીપભાઈ બારૈયાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ છે.

જયારેઙ્ગ ૩ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જેમા ગત તા.૨૦ જુનના રોજ મહુવાના મોટી વડાલ ખાતે રહેતા ૫૦ વર્ષીય દનુભાઈ ખુમણ, તા.૧૯ જુનના રોજ મહુવા ખાતે રહેતા ૫૦ વર્ષીય જિલુબેન કલાણીયા અને તા.૨૨ જુનના રોજ ભાવનગરના સનેસ ખાતે રહેતા ૬૫ વર્ષીય ધીરૂભાઈ મેરનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ.

ત્યારબાદ ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ, ભાવનગર જિલ્લામા નોંધાયેલા ૩૦૫ કેસ પૈકી હાલ ૧૨૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૧૬૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૧૩ દર્દીઓનુ અવસાન થયેલ છે. જિલ્લામાં આજ સુધીમાં કુલ ૧૦,૨૬૭ કોરોના સેમ્પલની ચકાસણી કરવામા આવી છે.

(12:03 pm IST)