Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

સાઇકલિંગ ઇવેન્ટ્સમાં ગોંડલના ૮૧ સાઇકલીસ્ટ જોડાયા

ગોંડલ : રોટરી કલબ ઓફ ભુજ,લાયન્સ કલબ ઓફ ભુજ અને કચ્છમિત્ર દૈનિકના સહયોગથી આયોજિત ૧૦ કિલોમીટર થી વધુ સાઈકલિંગ કરવાની વર્ચ્યુઅલ આત્મ નિર્ભર સાઈકલોથોન ઇવેન્ટ્સમાં ગોંડલ સાઇકલ હેલ્થ કલબ ના ૮૧ સાઈકલીસ્ટ યુવા ભાઇ બહેનોએ સફળતાપૂર્વક ચેલેન્જ પૂર્ણ કરી હતી. વર્ષના બાળકથી ૬૪ વર્ષના યુવાન સાઈકલપ્રેમીઓએ આ ચેલેન્જ માં ૨૦ કિલોમીટર સાયકલિંગ કરી સૌરાષ્ટ્ર કચ્છ કક્ષાની ઇવેન્ટ્સમાં ગોંડલ નું ગૌરવ વધારેલ હતું. ગોંડલ સાઇકલ મેયર મનીષભાઈ ઝહાટકીયા, હિતેશભાઈ દવે, ડો.દિપક લંગાલીયા, પારશ કામાણી, અતુલભાઈ ઠુંમર, વિજયભાઈ સિમેજિયા, દીપક દેસાઈ, બાબાલાલ પટેલ, જીગ્નેશ ત્રિવેદી કુલદીપ સાઈકલપ્રેમી એ જહેમત ઉઠાવી હતી તેમજ ઠાકરશી ચા વાળા વિજયભાઈ મૂંડિયાએ તમામ સાઈકલીસ્ટને માસ્ક ભેટ આપેલ.

(12:02 pm IST)