Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ગોંડલમાં કોરોના યોધ્ધા તરીકે ફરજ બજાવતા વાહન ચાલકોને ૪ માસ થી ચડત ભાડુ ચુકવાતું નથી

ગોંડલ,તા.૬ :  ગોંડલ તાલુકાના ગામ ત્રાકુડા, મોવિયા, સુલતાનપુર, નારણકા, શિવરાજગઢ, વાસાવડ, દેરડી, દડવા તેમજ અર્બન હેલ્થ સેન્ટર એક અને બે માં કોરોના યોદ્ઘા તરીકે ફરજ બજાવતા વાહનચાલકો ને છેલ્લા ચાર માસથી વાહન ભાડું મળ્યું ન હોય ડીડીઓને રજૂઆત કરવામાં આવી હતી જો પ્રશ્નોનું તાકીદે નિરાકરણ નહીં થાય તો ગાંધી ચિંધ્યા રાહે આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

 વિવિધ પ્રાથમિક આરોગુ કેન્દ્રમાં કોન્ટ્રાકટ બેઈઝથી ચાલતા વાહનોના માલિકો અને ચાલકો એ ડીડીઓ ને રજુઆત કરી હતી કે રાજકોટના નેજા હેઠળ વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં  વાહન કોન્ટ્રાકટ બેઈઝ થી ભાડેથી ચલાવવામાં આવે છે. હાલમાં કોરોના વાયરસની મહામારીના કપરા કાળમાં રાત-દિવસ એક કરી સરકારની સુચના મુજબ કામગીરી બજાવી છીએ, જીવન નિર્વાહ કરવા માટે અન્ય કોઈ સાધન છે જ નહીં. તેમ વ્યથિત વાહન ચાલકોએ રજુઆતમાં જણાવેલ છે.

(12:01 pm IST)