Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ઢાંકમાં ૨૪ કલાકમાં ૬ ઇંચ

ઢાંકઃ ગામમાં ગઇ સવારે ૮ વાગ્યેથી વરસાદની શરૂઆત થઇ હતી. આખો દિવસ વરસાદ વરસતો રહ્યો. આજે સવારના ૮ વાગ્યા સુધીનો કુલ ૬ ઇંચ જેટલો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. અને મુરજાતા મોલને નવજીવન મળ્યું છે. ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે.

(11:59 am IST)