Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

વાંકાનેરમાં સાડા ત્રણ ઇંચ વરસાદમાં દાણાપીઠમાં વેપારીઓની દુકાનોમાં પાણી ઘુસ્યા

વાંકાનેર, તા. ૬ : વાંકાનેરમાં રવિવારે અઢી ઇંચ ધોધમાર વરસ્યા બાદ રાત્રે ધીમીધારે વધુ ૧૮ મી.મી. વરસતા આજ સવારે ર૪ કલાક પુરા થતાં સુધીમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.

વાંકાનેરમાં વરસેલા ધોધમાર વરસાદને કારણે દાણાપીઠ વિસ્તારમાં વેપારીઓની દુકાનોમાં પાણી ઘુસી ગયા હતાં.

વાંકાનેર ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠેરઠેર લાવણી લાયક સારો વરસાદ વરસી ચૂકયાના અહેવાલો મળી રહ્યા છે. વાંકાનેર પાસેના મચ્છુ-૧, ડેમની સપાટી વરસાદી પૂર્વે ર૩ ફુટ હતી જે હાલ વધીને ર૯ ફુટ ઉપરાંત પહોંચી ને છ ફુટ નવા નીર આવ્યા છે.

વાંકાનેમાં અત્યાર સુધીમાં કુલ ર૩૮ મી.મી. વરસાદ વરસી ચુકયો છે.

(12:03 pm IST)