Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

જસદણ અને વિંછીયા પંથકમાં ધીમી ધારે વરસાદથી પાકને ફાયદો

જસદણ તા. ૬: જસદણ વિંછીયા પંથકમાં છેલ્લા ર૪ કલાકથી સાર્વત્રીક વરસાદ ગથતા કપાસ મગફળી જુવાર બાજરી સહિતના પાક ઉપર કાચુ સોનુ વરસતા ખેડુતો ખુશ ખુશાલ થયા છે.

અસહ્ય ઉકળાટ અને બફારા પરેશાન લોકોના હૈયે ઠંડક પ્રસરી છે. મોલાતને તાતી જરૂરીયાત હતી તે સમયે અષાઢી હેલી જામતા ધરતી પુત્રોના હૈયે હરખની હેલી છલકાય છે.

આંતર ખેતી તથા નિંદણ કાર્ય પુર્ણ થયું હતું અને પાયાના જરૂરી ખાતરો પણ આપી દીધા બાદ ખાસ જરૂરી સમયે ખેતરોમાં લહેરાતી કુમળી મોલાત ઉપર જાણે કાચુ સોનુ વરસતા લીલા જાજમ સમી મોલાતમાં લહેરાઇ છે પવન કે વીજળીના કડાકા ભડાકા વગર શાંત વાતાવરણમાં ધીમી ધારે ર૪ કલાકથી વષારાણી હેત વરસાવતા જગતાતના ચહેરા પર ચમક આવી છે.

જાણે કે ખારા પાટમાં મીઠી વિરડી મળી હોય તેમ અષાઢી હેલી જામતા સારા વર્ષના સંકેતથી ખેડુતોમાં સાર્વત્રીક ખુશાલી પ્રસરી છે.

(11:58 am IST)