Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ગોંડલના મોવિયા ગામે માસ્ક વિના ફરતા ૩૮ લોકો દંડાયા

ગોંડલ તાલુકાના મોવીયા ગામે કોરોના પોઝિટિવ કેસ આવેલ છે. જે અંગે મોવીયા ગામની મુલાકાત દરમિયાન માસ્ક વગર ઘણા લોકો ફરતા હતા. જેથી મામલતદાર ભરતસિંહ ચુડાસમા, ટીડીઓ. જગદીશસિંહ ગોહિલ, અને પી.એસ.આઇ. ટી. એસ. રીઝવી, દ્વારા માસ્ક વગરના ૩૮ લોકોને પકડીને સ્થળ ઉપર ૭૬૦૦ રૂ.ની દંડ વસુલ કર્યો હતો. તસ્વીરમાં મામલતદાર અને પોલીસ સ્ટાફ ચેકીંગ કરતો નજરે પડે છે.

(11:56 am IST)