Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

હવે વેલ્સપન કંપનીના કર્મચારીને કોરોનાઃ રવિવારે એક કેસ સાથે કચ્છમાં થોડી રાહત

જોકે, સતત ૧૩ મા દિવસે પણ કોરોનાએ પુરાવી પોઝિટિવ કેસ સાથે હાજરીઃ કચ્છમાં થોડી રાહત આજે એક જ કેસઃ કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા વધીને ૧૮૫

ભુજ,તા.૬:  કચ્છમાં સતત ૧૩ મે દિ' એ પણ કોરોનાના કેસ નીકળવાનું ચાલુ રહ્યું છે. મુન્દ્રા અને કંડલા પોર્ટના ક્રુ મેમ્બરો પછી હવે ઔદ્યોગિક એકમ સુધી કોરોના પહોંચ્યો છે. અંજારના વરસામેડી ખાતે આવેલ વેલ્સપન કંપનીના ૩૧ વર્ષીય યુવાન કર્મચારી સંતોષ સુદર્શન પ્રજાપતિને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ કર્મચારીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. હવે કચ્છમાં કોરોનાનાઙ્ગ કુલ કેસ વધીને ૧૮૫ થયા છેઙ્ગ અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ ૬૧ દર્દીઓ છે. જયારે સાજા થનાર ૧૧૫ છે. તો, ૯ ના મોત નિપજયા છે.

(11:54 am IST)