Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ફોફળ ડેમમાં બે ફૂટ પાણીની આવક

જામકંડોરણામાં એક કલાકમાં ૩ ઇંચઃ બે દિ'માં છ ઇંચ

જામકંડોરણામાં એક કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડતા ગામની ઉતાવળી નદીમાં પૂર આવ્યું હતું.

 જામકંડોરણા તા. ૬: શનિવારે સાંજના ૪ થી પ વાગ્યા સુધીમાં એક કલાકમાં ધોધમાર ૬૮ મી.મી. (ત્રણ ઇંચ) વરસાદ પડયો હતો આ વરસાદથી ગામની ઉતાવળી નદીમાં પૂર આવ્યું હતું લોકો પૂર જોવા ઉમટી પડયા હતા જયારે રવિવારે દિવસ દરમ્યાન ધીમી ધારે રર મી.મી. (એક ઇંચ) વરસાદ નોંધાયો હતો અને ગત સાંજથી રાત્રી દરમ્યાન સતત ધીમીધારે વરસાદ સરસવાનું ચાલું રહેતા સવાર સુધીમાં વધુ પ૭ મી.મી. (બે ઇંચ) વરસાદ નોંધાયો હતો. આમ શનિવાર સાંજથી આજે સવાર સુધીમાં છેલ્લા બે દિવસમાં જામકંડોરણામાં કુલ ૧૪૭ મી.મી. (છ ઇંચ) વરસાદ પડી ગયો હતો આ બે દિવસના વરસાદથી જામકંડોરણાના ફોફળ ડેમમાં બે ફુટ નવા પાણીની આવક થતાં ફોફળ ડેમની સપાટી હાલ ૧૪.૬૦ ફુટ થયેલ છે. હજુ અત્યારે પણ ધીમી ધારે સતત વરસાદ ચાલુ છે.

(11:44 am IST)