Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

વાંકાનેરમાં કાલે અઢી ઇંચ બાદ સવારથી વધુ પોણો ઇંચઃ મચ્છુ નદી બે કાંઠે

વાંકાનેર તા. ૬: વાંકાનેરમાં બે દિવસથી હળવા-ભારે ગતીએ મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. ગઇકાલે સવારથી સાંજ સુધીમાં અઢી ઇંચ વરસાદ વહેલી સવારના ૪ વાગ્યાથી ધીમી ધારે વરસાદ આવી રહ્યો છે જે સવારના આઠ વાગ્યા સુધીમાં ૧૮ મી.મી. પોણો ઇંચ જેટલો વરસાદ મામલતદાર ઓફીસના કંટ્રોલ રૂમમાં નોંધાયો છે.

તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ બે દિવસમાં ૪ થી પ ઇંચ જેટલો વરસાદ થતા ખેતરોમાં પાણી ભરાયા છે. ઉપરવાસના ગામડાઓમાં સારા વરસાદને લઇને શહેર મધ્યેથી પસાર થતી મચ્છુ નદી બે કાંઠે વહેવા લાગતા પ્રથમ નવા નીરને નિહાળવા લોકો ચાલુ વરસાદે પહોંચી ગયા હતા.

વરસાદને પગલે કાયમી પણે પાણીના જયાં તળાવળા ભરાય છે તેવા હાઇવેનો સર્વિસ રોડ અને કોલેજ પાસેના વણાકમાં આજે પણ પાણી ભરાય જતા લોકોમાં કચવાટ સંભળાય રહ્યો છે. મીલ પ્લોટ વિસ્તારમાં પણ પાણીના ખાબોચીયા ભરાય જતા લોકોની સ્થિતિ દયનીય બની ગઇ છે.

(11:40 am IST)