Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

આગાહી વચ્ચે કચ્છમાં છૂટો છવાયો વરસાદઃ માંડવી મુન્દ્રામાં જોરદાર તો લખપત નખત્રાણામાં ઝાપટાઃ ભુજમાં ઝરમર

ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમ રેડીઃ પણ પૂર્વ કચ્છ કોરૃં: કચ્છમાં બંદરો ઉપર કામકાજ ચાલુઃ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ભુજ,તા.૬: સૌરાષ્ટ્રમાં દરિયા કિનારાના વિસ્તારોમાં થયેલ ધોધમાર વરસાદનો થોડો કરંટ કચ્છ સુધી પહોંચ્યો છે. જોકે, પશ્વિમ કચ્છના મુન્દ્રા અને માંડવીના કાંઠાળ વિસ્તારોમાં વરસાદનો કરંટ અનુભવાયો છે.

મુન્દ્રા ગામ અને તાલુકાના વિસ્તરોમાં સરેરાશ બે થી ચાર ઇંચ વરસાદને પગલે પાણી પાણી વહી નીકળ્યા હતા. ખાસ કરીને ભુજપુર, સમાઘોઘા વિસ્તારમાં તો ચારેક ઇંચ વરસાદ ખાબકયો હોવાનું ગ્રામ પંચાયતોએ જણાવ્યું હતું.

જયારે માંડવી શહેરમાં અને ગ્રામ્ય પંથકમાં સરેરાશ બે ઇંચ વરસાદ પડ્યો હોવાના સમાચાર છે. અત્યાર સુધી કોરા રહેલા લખપત તાલુકામાં છૂટો છવાયો અડધોથી એક ઇંચ વરસાદ છે. તો, નખત્રાણામાં પણ એજ રીતે છૂટો છવાયો અડધાથી એક ઇંચ વરસાદ છે.

ભુજમાં વીજળીના કડાકા ભડાકા પછીયે માત્ર ઝરમર ઝરમર વરસાદ છે. જયારે વરસાદી માહોલ અને વાદળછાયું વાતાવરણ હોવા છતાંયે પૂર્વ કચ્છના રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજારમાં ઝરમર ઝરમર વરસાદ છે.

કચ્છમાં કંડલા અને મુન્દ્રા બન્ને બંદરોએ કામકાજ ચાલુ છે. પણ, જખૌમાં માછીમારોને દરિયો ન ખેડવા જણાવાયું છે.

(11:07 am IST)