Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

મોટીપાનેલી બસસ્ટેન્ડ ચોકનું જર્જરીત બિલ્ડીંગ ગમે ત્યારે કોઇનો ભોગ લેશે : જિલ્લા તંત્ર બેદરકાર

૬૦ વર્ષ જુની જર્જરીત બિલ્ડીંગ થી હજારો લોકો માટે જોખમઃ ગ્રામપંચાયતે સુચનાત્મક બોર્ડ મારી વહિવટ તંત્રનું ધ્યાન દોરવા છતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘટતા પગલા માટે સુચના મળતી નથી

મોટી પાનેલી,તા.૬ :  ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં બસસ્ટેન્ડ ચોક જેવા ભરચક વિસ્તારમાં વર્ષો પુરાણું ગ્રામ પંચાયત હસ્તકનું બિલ્ડીંગ સાવ જર્જરિત અવસ્થામાં છે અંદાજે સાઈઠ વર્ષ જૂનું આ બિલ્ડીંગ છેલ્લા કેટલાય વર્ષોથી સાવ જર્જરિત છે હાલ આ બિલ્ડીંગના ઉપરના માળે ટેલિફોન એકસચેન્જ ધમધમે છે પરંતુ હાલ ત્યાં કોઈ કર્મચારીની નિમણુંક નથી નીચે વર્ષો થી આવતા જતા મુસાફરો માટેનું પીકઅપ સ્ટેન્ડ બનાવેલું છે જયાં મુસાફરો બેસીને બસ નો ઇંતજાર કરતા બેસે છે પરંતુ બિલ્ડીંગ જર્જરિત બનતા ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા સાતેક વર્ષ પહેલાજ ત્યાં દીવાલ ઉપર બિલ્ડીંગ જર્જરિત હોવા અંગેની નોટિસ ચિપકાવી છે જે નોટિસ પણ હવે તો સાવ જાંખી પડી ગઈ છે જેથી મુસાફરો બેસેલા જોવા મળે છે વાસ્તવિકતા એ છે કે અવાર નવાર બિલ્ડીંગમાં થી ગાબડાં પણ પડી રહ્યા છે ચોમાસા માં ભારે વરસાદમાં કયારે આ બિલ્ડીંગનો કોઈ ભાગ પડે તે નક્કીના કઈ શકાય.

 આ અંગે ગ્રામ પંચાયત નો સંપર્ક કરતા ઉપસરપંચ બધાભાઇ ભારાઈ એ જણાવેલ કે ગ્રામપંચાયત હસ્તેના આ બિલ્ડીંગ અંગે વર્ષોથી અવાર નવાર જિલ્લા તેમજ રાજય વહીવટી તંત્રને જાણ કરીને બિલ્ડીંગ પાડવા માટે જણાવેલ છે પરંતુ હજુ સુધી તંત્રએ કોઈ ધ્યાન દીધું નથી ને જો કોઈ અઘટિત ઘટના ઘટે તો સંપૂર્ણ જવાબદારી જિલ્લા વહીવટી તંત્રની રહેશે.

(9:42 am IST)