Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

જૂનાગઢમાં કોરોના વિસ્ફોટ : ગ્રામ્યમાં ત્રણ ઉપરાંત જિલ્લામાં વધુ પાંચ કેસ પોઝીટીવ

વિસાવદરના લીમધ્રાના આધેડ,કેશોદના બાલાગામના પુરુષ અને માખીયાળા અને જોષીપુરાના પુરુષ તેમજ ચીતખાના ચોકના મહિલાને કોરોના

જૂનાગઢ : જૂનાગઢમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે મોડીસાંજે નવા પાંચ કેશ નોંધાયા છે જેમાં  જૂનાગઢ ગ્રામ્ય ત્રણ, એક ૪૫ વર્ષ પુરુષ લિમધ્રા વિસાવદર, એક ૪૫ વર્ષ પુરુષ બાલાગામ કેશોદ અને એક ૪૪ વર્ષ પુરુષ માખિયાલા. જૂનાગઢ સિટી બે, એક ૬૫ વર્ષ પુરુષ જોષીપરા અને એક ૪૫ વર્ષ સ્ત્રી ચિતાખાનાં ચોક

(8:58 pm IST)