Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

ભારતીય એકસા વિમા કંપની દ્વારા ખેડૂતોને વિમો આપવામાં અન્યાય :ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

ડો.રાજેન્દ્રસિંહ સી.જાડેજાએ જીલ્લા પ્રમુખથી માંડીને મુખ્યમંત્રીને પત્ર દ્વારા રજૂઆત કરી

 

જામનગર : ભારતીય એકસા વીમા કંપની દ્વારા ખેડૂતોને વીમો આપવામાં અન્યાય થતો હોવાની ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખે રજૂઆત કરી છે ધ્રોલ તાલુકા પ્રમુખ દ્વારા ખેડૂતોના વીમાના પ્રશ્ને ભાજપના જીલ્લા પ્રમુખથી માંડીને મુખ્યમંત્રીને પત્ર દ્વારા રજૂઆત  કરી છે

 ધ્રોલ પંથકમાં ભારતીય એકસા વિમા કંપની દ્વારા ધ્રોલ તાલુકાના ખેડુતોને વિમો આપવામાં છેતરપીંડી કર્યાના આક્ષેપ સાથે ધ્રોલ તાલુકા ભાજપના પ્રમુખ ડો.રાજેન્દ્રસિંહ સી.જાડેજાએ મુખ્યમંત્રી સુધી પત્ર લખી રજુઆતો કરી છે. ભારતીય એકસા વિમા કંપની દ્વારા ધ્રોલ તાલુકાના ખેડૂતોનો પાક વિમો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ખેડૂતો સાથે ખુબજ મોટો અન્યાય થયો છે. અને વિમા કંપની દ્વારા ખેડૂતો સાથે છેતરપીંડી કરવામાં આવી હોય તેવું જણાય આવે છે

  રજુઆતમાં એવું કહેવાયું છે કે .કંપની દ્વારા જે ક્રોપ કટીગ કરવામાં આવેલ ત્યારે તેમના અધિકારી દ્વારા જે સર્વે કરવામાં આવેલ તેમા સ્થળ પર સ્થિતિ માં તે ગામ ની અંદર કપાસ નો પાક બિલકુલ નિષ્ફળ ગયેલ છે. તેવું જણાવવામાં આવેલ છે.ગામોમાં પાક બિલકુલ નિષ્ફળ ગયો હોવા છતા ગામ ને માત્ર ૧૮ . ૮૮ % પાક વિમો આપવામાં આવ્યો છે. ધ્રોલ તાલુકા ના લગભગ ગામોની આવી સ્થિતિ છે.

  ધ્રોલ તાલુકાને સરકાર દ્વારા અછતગ્રસ્ત જાહેર કરવામાં આવેલ છે .ત્યારે ધ્રોલ તાલુકાને ઈનપુટ સહાય ચુકવવામાં આવેલ છે. તાલુકા માં મગફળી ના વાવેતર માં ખેડુતો ને ૪૨ % ની આસપાસ પાક વિમો ચુકવવામાં આવેલ છે. મગફળી પાકના વાવેતર ની સમય મર્યાદા મહીનાની હોય છે. અને કપાસ ના પાક વાવેતર સમય મર્યાદા મહીના ની હોય છે. તે જયા મગફળી નો પાક નિષ્ફળ ગયો ત્યાં કપાસ નો પાક કેમ થઈ શકે ?

 ધ્રોલ તાલુકા ના તમામ ગામો મા કપાસ પાક નિષ્ફળ ગયો હોવા છતા વિમા કંપની દ્વારા કાગળોમાં ચેડા કરી અને ખેડુતો સાથે છેતરપીંડી કરવામાં આવી હોય તેવો આક્ષેપ કરી તાલુકા ભાજપના પ્રમુખ ડો.રાજેન્દ્રસિંહ સી.જાડેજાએ અંગે યોગ્ય તપાસ કરાવી ધ્રોલ તાલુકા ના ખેડુતો ને પુરતો પાક વિમો મળે તે અંગે યોગ્ય કરવા પત્ર લખી રજૂઆત કરાઈ છે.

ધ્રોલ તાલુકા ભાજપના પ્રમુખ ડો.રાજેન્દ્રસિંહ સી.જાડેજાએ મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી, કૃષિમંત્રી આર.સી.ફળદુ,રાજ્યમંત્રી હકુભા જાડેજા, ઉર્જામંત્રી અને જામનગર જીલ્લાના પ્રભારીમંત્રી સૌરભ પટેલ,જામનગર જીલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ સહિતના નેતાઓને ખેડૂતોને વીમાના પ્રશ્ને કપની દ્વારા થતા અન્યાય અંગે ધ્યાન આપી ન્યાયિક વીમો અપાવવા રજૂઆત કરાઈ છે.

(12:31 am IST)