Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

જેતપુરમાં ગોજારી ઘટના :નહાવા પડેલ એક યુવાનનો મૃતદેહ મળ્યો તેની સાથે બીજા બે તેના મિત્રો હોવાની શંકા

 જેતપુર : શહેરના અમર નગર રોડ વિસ્તારમાં આવેલ નારણપાટ તરીકે ઓળખાતી નદી માં કોઈ યુવાન નો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં પી.આઇ. પી.ડી.દરજી સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયેલ. અને રેસ્ક્યું કરતા એક યુવાન નો મૃતદેહ મળી આવેલ જે ખોડપરા વિસ્તારમાં રહેતા સાહિલ ધર્મેશભાઈ મકવાણાની હોવાનું બહાર આવેલ.
   એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ઘટના સ્થળે બે બાઇક પડેલ છે. અને સાહિલ અને તેની સાથે બીજા બે મિત્રો પણ હતા જેની કોઈ ભાળ મળી નથી. જેથી તેની શોધ કરવા પોલીસે ફાયર ફાયટર ની ટીમ બોલાવી છે.

(8:41 pm IST)