Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

આપ’ ની હળવદ શહેર અને તાલુકાની યુવા ટીમ જાહેર કરાઈ

શહેર આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ પદે હિમાંશુભાઈ રાવલ, મહામંત્રી બી.ટી. કણજરીયા:

હળવદમાં આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા હળવદ શહેર અને તાલુકામાં યુવા પાંખમાં પ્રમુખ મહામંત્રી, મંત્રી, ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ પદે હિમાંશુભાઈ રાવલ, મહામંત્રી બી.ટી. કણજરીયા, ઉપપ્રમુખ અનિલભાઈ પાડલીયા, જયસુખભાઇ થરેશા અને જગાભાઈ ભરવાડની વરણી કરાઇ છે. જ્યારે તાલુકા યુવા ટીમમાં હિતેશભાઈ વરમોરાની પ્રમુખ પદે તેમજ જયેશભાઈ રબારીની મંત્રી તરીકે અને દીપકભાઈ પારેજીયાની સંગઠન મંત્રી અને ઉપપ્રમુખપદે બાબુભાઈ મકવાણા, લાલભા રાજપૂત અને લક્ષમણભાઇ ઉઘરેજાની નિમણૂક કરાઇ હોવાનું હળવદ આમ આદમી પાર્ટીના મહામંત્રી વિપુલભાઈ રબારીએ જણાવ્યું હતું

(6:49 pm IST)