Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

હળવદ ‘આપ’ દ્વારા માત્ર રજુઆત કરવાને બદલે ગ્રાઉન્ડ ઉપર કામગીરી

ચોમાસા પહેલા રોડ પર પડેલા ખાડાઓ અને ઊંગી નીકળેલા બાવળને કાપવાનું અભિયાન શરૂ કર્યું

હળવદ : હળવદ શહેરમાં ચોમાસા પહેલા રોડ પર પડેલા ખાડાઓ અને ઊંગી નીકળેલા બાવળને કાપવાનું અભિયાન આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે આજે ધાંગધ્રા પર પડી ગયેલા મસમોટા ખાડાને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા રોડની બાજુમાં પડેલ માટીથી પૂરવામાં આવ્યા હતા. તેમજ બાવળની જાળીની પણ સાફ સફાઈ કરવામાં આવી હતી.

શહેરના દશામાના મંદિરથી ત્રણ રસ્તા સુધીના ધાંગધ્રા રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે. સાથે જ ઘણી જગ્યાઓ પર ગટરના ઢાંકણા પણ તૂટી ગયા હોય તેમજ બાવળની ઝાળી પણ રોડ પર પથરાઈ હોય. જેથી, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પોતે જ મહેનત કરી લોકોને અકસ્માતથી બચવા માટે આજે તગારા, પાવડા લઈ ખાડા બુરો અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

 

 
(6:48 pm IST)