Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસઘની ચિંતન શિબિર યોજાઈ.

મોરબી જિલ્લા પંચાયતના નવ નિયુક્ત તમામ હોદ્દેદારોનું ચિંતન શિબિરમાં અભિવાદન કરાયું

મોરબી :અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ ગુજરાત અને મોરબી જીલ્લા દ્વાર ઘણા બધા પ્રશ્નો સોલ્વ કર્યા છે અને હજુ પણ ઘણા પ્રશ્નો સોલ્વ થશે.આં કામ માટે સંગઠનને વધુ મજબૂત બનાવવું જરૂરી છે.તો આં માટે શિશુ મંદિર શક્ત શનાળા ખાતે ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું

જેમાં જિલ્લા પંચાયત – મોરબીના પ્રમુખ, ઉપ પ્રમુખ તેમજ તમામ સમિતિના ચેરમેનઓનું બહુમાન કરવામાં આવ્યું આ પ્રસંગે જ્યંતીભાઈ પડસુંબિયા ચેરમેન કારોબારી સમિતિએ શૈક્ષિક મહાસંઘ દ્વારા થયેલા સામાજિક કાર્યોને બિરદાવ્યા હતા, હીરાભાઈ ટમારિયા ચેરમેન આરોગ્ય સમિતિ એ શિક્ષકોની સેવાને બિરદાવતા જણાવ્યું કે શિક્ષકો વેકસીનેશન માટે સંનિષ્ઠ પ્રયત્નો કરી ઘર ઘર સુધી કોરોના વેકસીન કરવા પર ભાર મુક્યો હતો,હંસાબેન પારેધી સામાજિક ન્યાય સમિતિએ શિક્ષકોના વ્યવસાયને પવિત્ર અને સ્વચ્છ ગણાવ્યો હતો,ચંદુભાઈ સિહોરા પ્રમુખે જણાવ્યું કે શિક્ષક પ્રત્યે મને ખુબજ માન છે, શિક્ષકમાંથી ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ બન્યા, જ્યોતિબા ફુલે પ્રથમ મહિલા શિક્ષિકા અને ગિજુભાઈ બધેકા “મુછાળી મા” વગેરે શિક્ષકોના ઉદાહરણો આપી શિક્ષક વ્યવસાયનું મહત્વ સમજાવ્યું વિપુલભાઈ આઘારા રાજકોટ સંભાગ સહ કાર્યવાહકે કાર્યકર્તા કેવો હોવો જોઈએ? સંગઠન કેવું હોવુ જોઈએ ? વગેરે વાતો કરી કાર્યકર્તાઓમાં જોશ પૂર્યો હતો.
તમામ પદાધિકારીઓની હાજરીમાં માળીયા ટીમની ઘોષણા કરવા આવી જેમાં હરદેવભાઈ કાનગડની અધ્યક્ષ તરીકે અને સુનિલભાઈ કૈલાની મંત્રી તરીકે વરણી કરવામાં આવી બંનેનું સન્માન પ્રમુખ ચંદુભાઈ સિહોરા અને ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રાના હસ્તે સન્માન કરાયું હતું. મોરબી જીલ્લાના દરેક તાલુકા દીઠ ઘણા બધા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કિરીટભાઈ દેકાવડીયા ઉપાધ્યક્ષે સૌનું શાબ્દિક કર્યું અને ઉપસ્થિત મહાનુભવોનો પરિચય કરાવ્યો હિતેશભાઈ પાંચોટીયા પ્રચાર મંત્રીએ સંગઠન મંત્રથી
કાર્યક્રમની શરૂઆત કરાવી, પ્રદીપભાઈ કુવાડિયા સિનિયર ઉપાધ્યક્ષે સંગઠન પરિચય કરાવ્યો, હિતેશભાઈ ગોપાણી સંગઠન મંત્રીએ ચિંતન બેઠકના એજન્ડાની ચર્ચા કરતા જણાવ્યું કે આગામી સમયમાં સંગઠનનો વ્યાપ વધારવાનો છે,એ માટે વધુને વધુ શિક્ષક બધું ભગિનીઓને સંગઠન સાથે જોડાવા માટે સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવાનો છે. શિક્ષક જેવા પવિત્ર વ્યવસાયની સાથે સાથે સમાજ હિતના,દેશ હિતના કાર્યો કરીએ એવી વાતો રજૂ કરી,ત્યારબાદ દિનેશભાઈ ડી. વડસોલા અધ્યક્ષે છેલ્લા વર્ષોમાં રાજ્ય અને મોરબી મહાસંઘ દ્વારા થયેલા કાર્યો, સરકાર અને શિક્ષણ વિભાગમાં રજુઆતો કરી શિક્ષકોના પ્રશ્નો હલ કરવા માટે કરેલા યતનો પ્રયત્નોની વિશદ છણાવટ કરતા જણાવ્યું કે સમાજ હિતમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે કોરોના કાળમાં બ્લડ ડોનેશન કેમ્પ,પ્લાઝમા ડોનેશન કેમ્પ,વૃક્ષા રોપણ કાર્યક્રમો,ટિફિન સેવા,દીકરી દત્તક યોજના,કર્તવ્ય બોધ દિવસની ઉજવણી, માતૃ વંદના કાર્યક્રમમાં સંઘર્ષ કરી સમાજમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરનાર હજારો બહેનોને સન્માનિત કરી ગૌરવ અપાવ્યું આવા અનેકવિધ સમાજ ઉપયોગી કાર્યોની સાથે શિક્ષકોના પ્રશ્નો જેવા કે 4200 ગ્રેડ પે,શાળાઓ મર્જ, બદલી કેમ્પ,એચ.ટા.ટ. આચાર્યોના પ્રશ્નો,નવી પેન્શન યોજના,ઉ.પ.ધો.ના પ્રશ્નો,બદલી થયેલ શિક્ષકોને છુટા કરવા, માતૃ શાળાની સિનિયોરિટી, ધો.6 અને 7 માં 20 કે તેથી વધુ વિદ્યાર્થીઓ વાળી શાળામાં જગ્યાઓ ઓપન કરી શિક્ષકોની નિમણુંક કરાવવી આવી શાળામાં ધો.8 શરૂ કરાવવું આવા અનેકાનેક પ્રશ્નો માટે 90 નેવું વખત રાજ્ય મહાસંઘ દ્વારા વિવિધ કક્ષાએ રજુઆતો કરી એવી જ રીતે મોરબી જિલ્લા ટીમ દ્વારા અગત્યના બાવીસ જેટલા પ્રશ્નો સોલ કર્યા તેમજ કાર્યક્રમો કર્યા અને એ માટે અનેક વખત અધિકારી પદાધિકારીઓની મુલાકાતો કરી સો જેટલા લેટરપેડમાં વર્ષ દરમિયાન રજુઆતો કરી શિક્ષકોના હિતોની રક્ષા માટે અહર્નિશ કાર્ય કરેલ છે વગેરે બાબતોની ચર્ચા કરી હતી
કિરણભાઈ કચરોલા મંત્રીએ આગામી વર્ષના સદસ્યતા અભિયાનની સમજ અને રૂપરેખા આપી હતી હરદેવભાઈ કાંનગડે ઉપસ્થિત સૌ કોઈનું આભાર દર્શન કર્યું હતું ચિંતન શિબિરને સફળ બનાવવા તમામ તાલુકા ટીમ અને જિલ્લા ટીમે ખુબજ જહેમત ઉઠાવી હતી.

(6:46 pm IST)