Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

મોરબી ડુપ્લીકેટ રેમડીસીવર ઇન્જેક્શન કાંડમાં ઝડપાયેલા ત્રણ આરોપીના રિમાન્ડ મંજુર

મોરબી : ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશનના કૌભાંડમાં મોરબી પોલીસે મોરબી ઉપરાંત અમદાવાદ, સુરત, મુંબઈ, વાપી અને એમપીથી અગાઉ અનેક આરોપીને ઝડપી લીધા હતા જેમાં વધુ ત્રણ ઇસમોને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા તા. ૦૯ સુધીના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે

રાજ્ય વ્યાપી ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશનનું કૌભાંડ મોરબી જિલ્લા એલસીબીની ટીમે પકડાયું હતું જેની તપાસ દરમ્યાન આ કૌભાંડ આંતર રાજ્ય કૌભાંડ હોવાની માહિતી સામે આવી હતી અને બીજા રાજયમાથી આરોપીઓને પકડવામાં આવ્યા હતા રાજ્યના અનેક શહેરો તેમજ એમપી સુધી તપાસ લંબાવીને નકલી ઇન્જેક્શન કાંડમાં અનેક આરોપીને ઝડપી લઈને કોભાંડના મૂળ સુધી પહોંચવા પોલીસ સતત મથામણ કરી રહી હોય જેમાં વધુ ત્રણ આરોપીને ઝડપી લેવાયા છે
જેમાં આરોપી જય પ્રહલાદભાઈ શાહ (26) રહે, ભાવસાર શેરી અમદાવાદ, મહમદસુભાન મહમદસયદ પટણી રહે, અબ્બાસી ડૂપ્લેક્સ, સાહિલ રેસિ. નજીક, અંબર ટાવર, સરખેજ રોડ, અમદાવાદ અને અભિજીત ઉર્ફે ચીકુ રાજેન્દ્ર્પ્રસાદ શર્મા (26) રહે, આલમબાગ કોલોની મિડટી રોડ દેવાસ એમપી એમ ત્રણ આરોપીની ધરપકડ કરી ત્રણેય ઇસમોને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હોય કોર્ટે ત્રણેય ઇસમોને તા. ૦૯ સુધી પોલીસ રિમાન્ડ પર સોપ્યા છે

(6:44 pm IST)