Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

મોરબીના નીચી માંડલ નજીક ટ્રકની ઠોકરે પતિની નજર સામે પત્નીનું મોત: પતિને ઇજા

અકસ્માત બાદ ટ્રકચાલક ટ્રક મૂકી નાસી ગયો : પત્ની સાથે બાઈકમાં નીચી માંડલ ગામ નજીકથી જતા હતા ત્યારે રસ્તામાં ટ્રકે ઠોકર મારી

મોરબીના નીચી માંડલ ગામ નજીક બાઈકમાં જતા દંપતીને ટ્રકચાલકે ઠોકર મારતા પતિની નજર સામે પત્નીનું મોત થયું હતું તો પતિને ઈજા પહોંચી હતી અકસ્માત બાદ ટ્રકચાલક ટ્રક મૂકી નાસી ગયો હતો
મોરબીના આંદરણા ગામે રહીને મજુરી કરતા જીતેન્દ્રભાઈ ચંદુભાઈ જાદવ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે પોતાની પત્ની સાથે બાઈકમાં નીચી માંડલ ગામ નજીકથી જતા હોય ત્યારે ટ્રક જીજે ૧૨ વાય ૮૦૨૫ ના ચાલકે ફરિયાદી જીતેન્દ્રભાઈના બાઈક જીજે ૩૬ કયું ૬૮૦૬ સાથે અકસ્માત સર્જ્યો હતો
જે અકસ્માતમાં મોટરસાયકલમાં સવાર જીતેન્દ્રભાઈ અને તેના પત્ની હેતલબેન રોડ પર પડી જતા હેતલબેનને ગંભીર ઈજા થતા મોત થયું હતું તો જીતેન્દ્રભાઈને ગંભીર ઈજા પહોંચી હતી અકસ્માત બાદ ટ્રક બનાવ સ્થળે મૂકી ટ્રકચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

(6:43 pm IST)