Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

માળીયાના દેવ સોલ્ટમાં અધિકારીઓનાં નામ સાથે વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિન ઉજવાયો

મોરબી : માળીયા તાલુકામાં આવેલ દેવ સોલ્ટ પ્રા.લી.માં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે કંપનીના એડિશનલ ડાયરેક્ટર વિવેક સોમાણી, મેનેજર રાજીવ દાસમાહાપાત્રા અને સેફટી ઓફિસર રામવીરસિંગ દ્રારા કંપનીના કર્મચારીઓને વિશ્વ પર્યાવરણ દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને આ દિવસની ઉજવણી સમયે દેવ સોલ્ટના પટાંગણમાં કંપનીના અલગ અલગ અધિકારીઓ દ્વારા વૃક્ષના રોપનું વાવેતર કરવામાં આવ્યું હતું અને બધા વૃક્ષોને અધિકારીઓના નામ આપવામાં આવ્યા હતા. જે અધિકારીએ જે વૃક્ષ વાવ્યું હતું તેને વૃક્ષને તેનું નામ આપવામાં આવ્યું છે આ વૃક્ષના સંપૂર્ણ જતનના શપથ પણ અધિકારી દ્વારા લેવામાં આવ્યા હતા

(6:18 pm IST)