Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા પ્લાસ્ટિક હટાવો પર્યાવરણ બચાવો અંતર્ગત પ્રદૂષણ મુકતા નોન વુવન બેગ વિતરણ કરી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ

મોરબી :તારીખ 5 જૂન ના રોજ ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા પ્લાસ્ટિક હટાવો પર્યાવરણ બચાવો  અંતર્ગત પ્રદૂષણ મુકતા નોન વુવન બેગ વિતરણ કરી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

"પ્લાસ્ટિક છોડીએ, સાથમે લાયે થેલા, ના કરે અપને દેશ કો મેલા"  ના સ્લોગન સાથે 200 થેલીનું વિતરણ કરવામાં    આવ્યું હતું.. ૧૯૭૩થી શરૂઆત કરવામાં આવ્યા બાદ આજદિન સુધી તારીખ 5 જૂને વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવે છે પર્યાવરણને દૂષિત કરવામાં પ્લાસ્ટિક નું ઉત્પાદન ખૂબ મોટો રોલ ભજવે છે માણસજાત માટે સવારના ટૂથબ્રસ થી માંડી રાત્રે સૂવા માટે મચ્છરદાની ના ઉપયોગથી માનવજીવન પ્લાસ્ટિકમાં કેદ થયું છે જેને સમયસર રોકવામાં નહીં આવે તો વિશ્વ પર્યાવરણ માટે ખતરાની ઘંટી સમાન સાબિત થવાનું વિશ્વના વૈજ્ઞાનિકો જણાવવા સાથે ભારત સહિત વિશ્વ ચિંતિત છે . ત્યારે ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા ૫ જૂને પ્રદૂષણમુક્ત બેગ દરેક મેડિકલ સ્ટોરમાં વિતરણ કરી લોકોને પ્લાસ્ટિકના ઉપયોગથી દૂર રહી પર્યાવરણ બચાવવા અપીલ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રોજેક્ટ ના દાતા અમારા કલબના મેમ્બર અરુણાબેન સિંગ નું યોગદાન રહ્યું હતું સાથોસાથ અમારી ક્લબના પ્રોજેક્ટ ચેરમેન પ્રફુલ્લાબેન સોની તરફથી પક્ષીઓના ચણ માટે નાના ચબુતરા નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
     આ પ્રોજેક્ટને સફળ બનાવવા નેશનલ બોર્ડ જોઇન્ટ સેક્રેટરી શોભના બા ઝાલા ક્લબ પ્રમુખ પ્રીતિ બેન દેસાઈ સેક્રેટરી મયુરીબેન કોટેચા વાઇસ પ્રેસિડેન્ટ નયનાબેન બારા તથા અન્ય ક્લબના સભ્યોએ હાજરી આપવા સાથે જહેમત ઉઠાવી હતી.

(6:17 pm IST)