Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

જુનાગઢના તાજમહલનું રીનોવેશન કામ પૂર્ણતાને આરે

નવા રૂપરંગ સાથે ફરી નગરજનો-પ્રવાસીઓ માટે ટુંક સમયમાં ખુલ્‍લો મુકાશે

જૂનાગઢ :પ્રવાસન વિભાગ દ્વારા હેરિટેજ ઈમારતોને તેના મૂળ સ્વરૂપે લાવવા અને તેના જતન માટે તેના રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ (junagadh) ની ઐતિહાસિક ધરોહર સમાન ઉપરકોટ કિલ્લો અને મહાબત મકબરા (mahabat maqbara) ના રીનોવેશનની કામગીરી હાલ ચાલી રહી છે.

મહાબત મકબરા જૂનાગઢ શહેરના તાજ સમાન છે. જે એક સુંદર શિલ્પકલાનો નમુનો જૂનાગઢમાં જોવા મળે છે. જોકે રીનોવેશન કામગીરી હજુ ત્રણથી ચાર મહિના ચાલશે. ત્યારબાદ નવા રૂપરંગમાં ઐતિહાસિક ઈમારતો લોકોને જોવા માટે ખુલ્લો મુકાશે. ઐતિહાસિક ઈમારતોની રીનોવેશન કામગીરી પૂર્ણ થયા બાદ એક નવા રૂપરંગ સાથે ઐતિહાસિક ઈમારતોને સુંદરતા મળશે અને પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બનશે. સાથે જ જૂનાગઢના પ્રવાસનને પણ વેગ મળશે.

 

(1:02 pm IST)