Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

ધોરાજી યુથ હોસ્ટેલ સ ઓફ ઇન્ડિયા દ્વારા જનતા ગાર્ડનનું નવીનીકરણ હાથ ધરાયું

યુથ હોસ્ટેલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી :વન વિભાગ દ્વારા વિવિધ રોપા નું વિતરણ અને વૃક્ષા રોપણ કરાયું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી યુથ હોસ્ટેલ ઓફ ઇન્ડિયા દ્વારા જનતા ગાર્ડનનું નાવીની કારણ હાથ ધરાયું
 ધોરાજીમાં પર્યાવરણ દિવસની ઉજવણી ખુબજ આનદ પૂર્વક કરવામાં આવી હતી ધોરાજી સામાજિક વની કારણ વિભાગ દ્વારા ધોરાજી માં ઠેર ઠેર રોપા નું વિતરણ અને ખાસ કરી ને કોવિદ્ સેન્ટર સહિત નગરપાલિકા મામલતદાર કચેરી ડેપ્યુટી કલેકટર કચેરી સહિત ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે ધોરાજીના પી આઈ હુકુમતસિહ જાડેજા પી એસ આઈ એન આર કદા વાલા સહિત સ્ટાફ ની હાજરી માં પોલીસ સ્ટેશન ના કમ્પાઉન્ડમાં  પણ વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું
  ધોરાજીના જનતા ગાર્ડન માં યુથ હોસ્ટેલ ઓફ ઈન્ડિયાને આંતરાષ્ટ્રીય યુથ હોસ્ટેલ સ દ્વારા જનતા ગાર્ડન નું નાવિની કારણ હાથ ધરવામાં આવ્યું અને  વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું જેમાં ધોરાજી ના  મામલતદાર કિશોર ઝોલાપરા ધોરાજી  રેન્જ ફોરેસ્ટ ઓફિસર તૃપ્તિ બેન જોષી રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર શબનમ બેન બ્લોચ   ચીફ ઓફિસર મનન ચતુર્વેદી   ધોરાજી પાલિકા ના પૂર્વ પ્રમુખ ડી એલ ભાષા અને યુથ હોસ્ટેલ સ ના બી આર ઝાલા
વિનુભાઈ ઉકાણી  સુનીલ ભાઈ નિમાવત સહિતના ધોરાજી રેન્જ ફોરેસ્ટ વિભાગ ના કર્મચારીઓ અને ધોરાજી નગરપાલિકા ના કર્મચારીઓ વૃક્ષા રોપણ માં જોડાયા હતા

(6:20 pm IST)