Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

મોરબી શહેર ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં કાર્યાલયેથી વૃક્ષના રોપાઓનું વિતરણ કરાયું

પર્યાવરણનાં જતન અને તેનાં સંવર્ધનનો સંકલ્પ લઇને વૃક્ષના રોપાઓનું વિતરણ કર્યું

મોરબી : પર્યાવરણનું જતનએ આપણી સામાજિક જવાબદારી છે અને માનવ જીવન ટકી રહે તે માટે પર્યાવરણ અને પ્રકૃતિ આ બંનેનો મોટો અને અગત્યનો ફાળો છે એટલે જ દરેક વ્યક્તિએ પર્યાવરણનું સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આ દિશામાં અનેક કાર્યો કરવામાં આવ્યા છે અને વિશ્વ પર્યાવરણ દિન ઠેરઠેર ઉજવાયો છે ત્યારે મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ શહેર ભાજપના કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા, મોરબી શહેર ભાજપ મહામંત્રી રિશીપભાઈ કૈલા, ભાવેશભાઈ કંઝારીયા, મોરબી પાલિકાના પ્રમુખ કે.કે.પરમાર, માજી પ્રમુખ કેતનભાઈ વિલપરા સહિતના આગેવાનોની હાજરીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિતે પર્યાવરણનાં જતન અને તેનાં સંવર્ધનનો સંકલ્પ લઇને વૃક્ષના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ

(11:00 pm IST)