Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

મોરબી પંથકમાં સાપને પકડવા માટે “કર્તવ્ય સ્નેક હેલ્પ લાઇન” કાર્યરત

કોઈના પણ ઘર કે દુકાનમા સાપ આવી ગયો હોય તો કર્તવ્ય સ્નેક હેલ્પ લાઇન નંબર 7574885747 અને 7574868886 ઉપર જાણ કરવી

મોરબીમાં કોઈના ઘરે કે દુકાને સાપ નીકળ્યો હોય તો કોને બોલાવવા તે પ્રશ્ન ઊભો થતો હતો જો કે, હવે આવો પ્રશ્ન નહિ થાય કેમ કે, કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા કર્તવ્ય સ્નેક હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે અને ક્યાંય પણ સર્પ આવી ગયો હોય તો તેને મારશો નહિં પણ કર્તવ્ય જીવદયા ટ્રસ્ટ સંચાલિત કર્તવ્ય સ્નેક હેલ્પ લાઇન નંબરમાં જાણ કરી આપશો તો તાત્કાલિક ત્યથી ટીમ આવીને સાપને પકડી જશે અને સાપનો જીવ બચાવીને લોકોને પણ ભય મુક્ત કરી આપશે
દરેક જીવને જીવવાનો અધિકાર છે એ જ રીતે સર્પને પણ તેના કુદરતી વિસ્તારમાં રહેવાનો અધિકાર છે પરંતુ કોઈ કારણોસર જો મોરબીમાં તથા આસપાસના કોઈ પણ વિસ્તારમાં સર્પ આવી ગયો હોય તો તેને મારવાની જરૂર નથી તેવું કર્તવ્ય સ્નેક હેલ્પ લાઇનની ટિમ કહી રહી છે કોઈના પણ ઘર કે દુકાનમા સાપ આવી ગયો હોય તો કર્તવ્ય સ્નેક હેલ્પ લાઇન નંબર 7574885747 અને 7574868886 ઉપર જાણ કરી દેવામાં આવશે તો પ્રોફેશનલ સ્નેક હેન્ડલર ત્યાં આવી સાપને સફળતા પૂર્વક રેસ્ક્યુ કરીને પકડીને વિડી વિસ્તારમાં છોડી આપશે અને ખાસ વાતએ છે કે આ સેવાનો કોઈ પણ પ્રકારનો કોઈ પણ લોકોને ચાર્જ આપવાનો રહેશે નહીં જો કે, કોઈને સેવા પેટે કશું આપવું હોઈ તો સંસ્થામાં ડોનેશન પેટે આપી શકે છે તેવું કર્તવ્ય જીવદયા કેન્દ્રના સંચાલકોએ જણાવ્યુ છે

(10:23 am IST)