Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ-મહામંત્રીઓને ઠેરઠેરથી આવકાર

મોરબી જિલ્લાના પાંચેય તાલુકાઓમાથી નવનિયુક્ત હોદેદારોને યુવાનો સહિતના ભાજપના આગેવાનો તરફથી આવકાર

મોરબી : ગઇકાલે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલ, મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, સૌરાષ્ટ્ર ઝોનના પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડાની સૂચના મુજબ મોરબી જિલ્લા યુવા મોરચા માટેના હોદેદારોના નામ જાહેર કરવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લા યુવા મોરચામાં પ્રમુખ પદે વિશાલભાઈ બેચરભાઈ ઘોડાસરા, મહામંત્રી પદે જયદીપભાઈ કનુભાઈ હુંબલ તથા તપનભાઈ રાજેન્દ્રભાઈ દવેની વરણી કરાઈ છે ત્યારે મોરબી જિલ્લાના પાંચેય તાલુકાઓમાથી નવનિયુક્ત હોદેદારોને યુવાનો સહિતના ભાજપના આગેવાનો તરફથી આવકાર મળી રહ્યો છે અને શુભકામનાઓની વર્ષાઑ થઈ રહી છે.

(11:03 pm IST)