Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

શ્‍યામ મહિલા મંડળ જૂનાગઢ દ્વારા છાશ સેવા

જૂનાગઢ :  સત્‍યમ સેવા યુવક મંડળ દ્વારા આયોજિત દરરોજ વિનામૂલ્‍યે છાશ વિતરણ કરવામાં આવે છે જેમાં શ્‍યામ મહિલા મંડળ દ્વારા છાશ અને શરબતનું વિતરણ પ્રમુખ શ્રીમતી મીનાબેન ધીરુભાઇ ગોહેલના સહયોગથી કરવામાં આવેલ જેમાં મંત્રી શ્રીમતી અરૂણાબેન ભાલીયા સંગઠનમંત્રી શ્રીમતી કંચનબેન ચૌહાણ અને શ્રીમતી ભાવનાબેન ચાવડા તમેજ કિશોરભાઇ ચોટલીયા તથા ભરતભાઇ ભાલીયા દ્વારા કાળવા ચોક ખાતે છાશ વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં સત્‍યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઇ વાજા દ્વારા છાશ સેવા માટે શ્‍યામ મહિલા મંડળને અભિનંદન પાઠવેલ આ કાર્યક્રમમાં ટ્રસ્‍ટી શાંતાબેન બેસ સરોજબેન જોશી વલ્લભભાઇ પટેલ મનોજભાઇ સાવરીયા સહભાગી થયા હતા.

(4:33 pm IST)