Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

મોરબી : ડુપ્લીકેટ ઇન્જેકશનકાંડમાં આઠ આરોપી ૧૬મી સુધી રિમાન્ડમાં

ડુપ્લીકેટ ઇન્જેકશનકાંડમાં અત્યાર સુધી કુલ ૧૩ ઇસમો ઝડપાયા

મોરબી તા. ૬ : જીલ્લામાં ચકચારી ડુપ્લીકેટ ઇન્જેકશન કાંડમાં પોલીસે વધુ બે આરોપીને દબોચી લીધા છે અને અત્યાર સુધીમાં આ પ્રકરણમાં કુલ ૧૩ ઈસમો ઝડપાયા હોય જે પૈકી ૧૩ ના કોવીડ રીપોર્ટ કરાવતા ૦૩ના પોઝીટીવ આવ્યા હતા તો બે આરોપીને કોર્ટમાં રજુ કરતા આગામી તા. ૧૩ સુધીના રિમાન્ડ મંજુર કરાયા હતા જયારે વધુ ૮ આરોપીને કોર્ટમાં રિમાન્ડ માંગણી સાથે રજુ કરાયા હતા જેના રિમાન્ડ મજૂર થયા છે.

ડુપ્લીકેટ ઇન્જેકશન પ્રકરણમાં મોરબી પોલીસે રાહુલ અશ્વિન લોહાણા, મહમદ આશિમ ઉર્ફે મહમદ આશીફ, રવિરાજ ઉર્ફે રાજ મનોજ લોહાણા, રમીઝ સૈયદ હુશેન કાદરી, કૌશલ મહેન્દ્ર વોરા, પુનીત ગુણવંતલાલ શાહ, પ્રકાશ મધુકર, સંજયકુમાર પટેલ, ધર્મેશભાઈ ઈશ્વરભાઈ પટેલ, ધીરજ શિવપૂજન કુશવાહ અને હસન અસ્લમ સુરતી, ફહીમ ઉર્ફે ફઈમ હારૂન મેમણ અને નફીસ કાસમ મન્સૂરી રહે બંને અમદાવાદ વાળાને ઝડપી લઈને અત્યાર સુધીમાં કુલ ૧૩ ઈસમોની અટકાયત કરી હતી.

જે ૧૩ પૈકી આરોપીના કોવીડ રીપોર્ટ કરાવ્યા હોય જેમાં ૦૩ ઈસમો કોરોના પોઝીટીવ હોવાનું સામે આવ્યું હતું જયારે રવિરાજ ઉર્ફે રાજ મનોજ લોહાણા અને રમીઝ સૈયદ હુશેન કાદરીને કોર્ટમાં રજુ કરતા આગામી તા. ૧૩ સુધીના પોલીસ રિમાન્ડ મંજુર કરાયા છે તો અન્ય આરોપીઓ કૌશલ મહેન્દ્ર વોરા, પુનીત ગુણવંત શાહ, પ્રકાશ મધુકર વાકોડે, ધર્મેશ ઈશ્વર પટેલ, ધીરજ શિવપૂજન કુશવાહ અને હસન અસ્લમ સુરતી એમ, ફહીમ મેમણ અને નફીસ મન્સૂરીના કોવીડ ઇસમોને મોડી સાંજના સમયે કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવ્યા હતા જેમાં કોર્ટ તારીખ ૧૬ સુધીન રિમાન્ડ મજૂર કર્યા છે.

(11:46 am IST)